Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઉત્તર પ્રદેશમાં ૧૯ વર્ષના આતંકવાદીની ધરપકડ

ઉત્તર પ્રદેશમાં ૧૯ વર્ષના આતંકવાદીની ધરપકડ

Published : 18 March, 2026 11:36 AM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હારિસ અલી પોતાની ઓળખ છુપાવવા માટે નકલી નામ અને વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરતો હતો.

હારિસ અલી

હારિસ અલી


ઉત્તર પ્રદેશની ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS)એ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક ઍન્ડ સિરિયા (ISIS)ના મોડ્યુલ સાથે કથિત રીતે જોડાયેલા ૧૯ વર્ષના બૅચલર ઑફ ડેન્ટલ સર્જરી (BDS)ના બીજા વર્ષના વિદ્યાર્થીની ધરપકડ કરી છે. સહારનપુર જિલ્લાના વતની એવા આરોપી હારિસ અલીની રવિવારે મોરાદાબાદથી ધરપકડ કરવામાં આવી હતી.

ATSના  જણાવ્યા અનુસાર હારિસ અલી અને તેના હૅન્ડલર્સ સોશ્યલ મીડિયાના માધ્યમથી યુવાનોને કટ્ટરપંથી બનાવવાનું કામ કરી રહ્યા હતા. આ જૂથોમાં હિંસક જેહાદ અને શરિયત આધારિત ખિલાફત સ્થાપિત કરવાના વિચારોનો પ્રચાર કરવામાં આવતો હતો. હારિસે ભારતભરમાં ISISના નેટવર્ક વિસ્તારવા માટે `અલ ઇત્તિહાદ મીડિયા ફાઉન્ડેશન` નામનું એક ગ્રુપ પણ બનાવ્યું હતું.
તપાસમાં બહાર આવ્યું છે કે આ મૉડ્યુલના કેટલાક હૅન્ડલર્સ પાકિસ્તાનથી કાર્યરત હતા અને ભારતમાં લોકશાહી સરકારને ઊથલાવીને ઇસ્લામિક શાસન સ્થાપવાના મનસૂબા ધરાવતા હતા. હારિસ અલી પોતાની ઓળખ છુપાવવા માટે નકલી નામ અને વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરતો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

18 March, 2026 11:36 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK