અત્યાર સુધીમાં ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું SIR વોટર-લિસ્ટ આવી ચૂક્યું છે એમાં કુલ ૩.૬૯ કરોડ મતદાતાઓનાં નામ દૂર થયાં છે.
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની ગઈ કાલે ડ્રાફ્ટ-યાદી બહાર પડી હતી જેમાં ૨.૮૯ કરોડ મતદાતાઓનાં નામ કપાઈ ગયાં હતાં. SIRની પ્રક્રિયા પહેલાં ઉત્તર પ્રદેશમાં ૧૫.૪૪ કરોડ મતદાતા હતા. ગઈ કાલે પહેલા ચરણની ગણના પછી અત્યાર સુધીમાં ૨.૮૯ કરોડ મતદાતા ઘટ્યા છે. ૧.૨૬ કરોડ વોટર્સ કાયમી ધોરણે ઉત્તર પ્રદેશની બહાર શિફ્ટ થઈ ચૂક્યા છે. ૪૫.૯૫ લાખ વોટર્સ મૃત્યુ પામ્યા છે. ૮૪. ૨૦ લાખ મતદાતાઓ ગુમ છે અને ૯.૩૭ લાખ મતદાતાઓએ ફૉર્મ જમા નથી કરાવ્યાં.
અત્યાર સુધીમાં ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું SIR વોટર-લિસ્ટ આવી ચૂક્યું છે એમાં કુલ ૩.૬૯ કરોડ મતદાતાઓનાં નામ દૂર થયાં છે.