ઉત્તર પ્રદેશમાં પહેલી વાર અબજો રૂપિયાની છેતરપિંડીનો EDનો દાવો
પ્રતીકાત્મક તસવીર
કફ સિરપની દાણચોરી અને ગેરકાયદે વેપારની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) નકલી કંપનીઓમાંથી થતી કમાણીથી આશ્ચર્યચકિત છે. EDએ દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશમાં આ પ્રકારની છેતરપિંડી પહેલાં ક્યારેય થઈ નથી. કફ સિરપ રૅકેટમાં ૭૦૦થી વધુ નકલી કંપનીઓ દ્વારા અબજો રૂપિયાની કમાણી કરવામાં આવી છે.
EDની ટીમે ઉત્તર પ્રદેશ, ગુજરાત અને ઝારખંડમાં પચીસથી વધુ સ્થળોએ ૪૦ કલાકથી વધુ સમય સુધી દરોડા પાડ્યા હતા. અત્યાર સુધી એકઠા થયેલા પુરાવા મુજબ ૨૨૦ ઑપરેટરોના નામે ૭૦૦થી વધુ કંપનીઓ બનાવવામાં આવી હતી. આમાંની મોટા ભાગની કંપનીઓ ફક્ત કાગળ પર અસ્તિત્વમાં હતી અને ઘણી અધિકૃત વ્યક્તિઓ ફક્ત દસ્તાવેજોમાં મળી આવી હતી.


