Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Amit Shah Fake Video Case: જિગ્નેશ મેવાણીના PA અને AAP નેતાની ધરપકડ

Amit Shah Fake Video Case: જિગ્નેશ મેવાણીના PA અને AAP નેતાની ધરપકડ

30 April, 2024 03:08 PM IST | Assam
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અમિત શાહના ફેક વીડિયો કેસ મામલે દેશમાં એક્શન ચાલી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બેની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે તેલંગણ સીએમ રેવંત રેડ્ડીને પણ દિલ્હી પોલીસે નોટિસ પાઠવી છે.

અમિત શાહ (ફાઈલ તસવીર)

અમિત શાહ (ફાઈલ તસવીર)


અમિત શાહના ફેક વીડિયો કેસ મામલે દેશમાં એક્શન ચાલી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બેની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે તેલંગણ સીએમ રેવંત રેડ્ડીને પણ દિલ્હી પોલીસે નોટિસ પાઠવી છે.

Amit Shah Fake Video Case: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ડુપ્લિકેટ વીડિયો મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. ક્રાઈમ બ્રાન્ચે કૉંગ્રેસ વિધેયક જિગ્નેશ મેવાણીના PA સતીશ વંસોલા સહિત 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બીજા શખ્સની ઓળખ આરબી બારિયા તરીકે થઈ છે. બારિયા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કહેવામાં આવી રહ્યા છે.



PAની ધરપકડ પર જિગ્નેશ મેવાણીએ કહ્યું, હું કોઈપણ ફેક વસ્તુનું સમર્થન નથી કરતો. આજે સોશિયલ મીડિયાનો યુગ છે. ચૂંટણીના સમયે કોઈ પ્રચાર કરી શક્યા નથી, આથી લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું, બીજેપીનો આઈટી સેલ ફેક સમાચાર ચલાવે છે.


આસામથી કૉંગ્રેસના કાર્યકર્તાની ધરપકડ
આ પહેલા આસામમાં અમિત શાહના ફેક વીડિયો શૅર કરવા મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આસામ સીએમ હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું કે આસામ કૉંગ્રેસના નેતા રીતમ સિંહને ફેક વીડિયો શૅર કરવા મામલે ધરપકડ કરવામાં આવી છે. આસામ સીએમે જણાવ્યું, રીતમ સિંહ કૉંગ્રેસનો વૉર રૂમ કૉલેબરેટર છે.

વાસ્તવમાં અમિત શાહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તે સંપાદિત અને શેર કરવામાં આવ્યું હતું. આ કથિત નકલી વિડિયોમાં અમિત શાહના નિવેદનને વિકૃત કરવામાં આવ્યું હતું જેથી એવું દેખાડવામાં આવે કે તેઓ તમામ પ્રકારની અનામતને સમાપ્ત કરવાની હિમાયત કરી રહ્યા છે. આ મામલામાં દિલ્હી પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X સહિત અન્ય પ્લેટફોર્મ પરથી નકલી વીડિયોના સ્ત્રોત વિશે માહિતી માંગી છે. (Amit Shah Fake Video Case)


તેલંગાણાના સીએમને પણ મોકલી નોટિસ
દિલ્હી પોલીસે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને પણ નોટિસ મોકલી છે. જોકે, રેડ્ડીએ કહ્યું કે તેઓ ડરતા નથી. તેમણે કહ્યું કે, અત્યાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી જીતવા માટે ED અને CBI જેવી એજન્સીઓનો ઉપયોગ કરતા હતા અને હવે તેઓ દિલ્હી પોલીસનો પણ ઉપયોગ કરી રહ્યા છે.

અમિત શાહે કૉંગ્રેસને ઘેરી લીધી
Amit Shah Fake Video Case: આ પહેલા અમિત શાહે કહ્યું હતું કે હારના ડરથી કૉંગ્રેસ ફેક વીડિયો દ્વારા દેશવાસીઓને ગુમરાહ કરી રહી છે. દેશમાં અનામતનો અધિકાર SC, ST અને OBC બહેનો અને ભાઈઓનો છે અને જ્યાં સુધી ભાજપ સત્તામાં છે ત્યાં સુધી તેને કોઈ સ્પર્શી શકશે નહીં. INDI એલાયન્સ લોકોએ તેમનો હિસ્સો ઘટાડ્યો અને મુસ્લિમોને અનામત આપી. મેં વારંવાર કહ્યું છે કે જો ભાજપની સરકાર બનશે તો મુસ્લિમો માટેનું આ અનામત નાબૂદ કરી દેશની એસસી, એસટી અને ઓબીસીને આપવામાં આવશે. જો તમને આ નકલી વિડિયો ક્યાંય જોવા મળે, તો કૃપા કરીને તેને પ્રસારિત કરનાર વ્યક્તિ વિશે અમને જણાવો. અમે દોષિતો સામે કડક કાર્યવાહી કરીશું.

Whatsapp-channel Whatsapp-channel

30 April, 2024 03:08 PM IST | Assam | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK