Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અમિત શાહનો નિર્ધાર : ૨૦૨૯ સુધીમાં ભારત થશે ડ્રગ્સ-મુક્ત

અમિત શાહનો નિર્ધાર : ૨૦૨૯ સુધીમાં ભારત થશે ડ્રગ્સ-મુક્ત

Published : 24 September, 2026 07:20 AM | Modified : 24 September, 2026 07:20 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૧૪ અને ૨૦૨૪ની વચ્ચે આશરે ૧ લાખ ૮૯ હજાર કરોડ રૂપિયાની કિંમતનો ૧.૧૯ કરોડ કિલોગ્રામથી વધુ નશીલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો

અમિત શાહ

અમિત શાહ


કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ૨૦૨૯ સુધીમાં ભારતને ડ્રગ્સ-મુક્ત બનાવવાની રૂપરેખા રજૂ કરતાં કહ્યું હતું કે ‘અમે એક ગ્રામ પણ ડ્રગ્સને ભારતમાં પ્રવેશવા દઈશું નહીં કે એને બહાર જવા દઈશું નહીં. સરકાર ડ્રગ્સનાં લગભગ ૧૦૦ નેટવર્કને તોડી પાડશે. વ્યસનમુક્તિ કેન્દ્રોની સંખ્યા વધારીને ૧૭૫૧ 
કરવામાં આવશે.’
આ મુદ્દે તેમણે ગોવામાં એક પ્રેસ-કૉન્ફરન્સને સંબોધતાં જણાવ્યું હતું કે સરકારે ૨૦૧૯થી કાયદાના અમલીકરણ, ગુપ્ત માહિતીની આપ-લે, નાણાકીય તપાસ અને પુનર્વસનનાં પગલાં વધુ મજબૂત બનાવ્યાં છે. ૨૦૧૪ અને ૨૦૨૪ની વચ્ચે આશરે ૧ લાખ ૮૯ હજાર કરોડ રૂપિયાની કિંમતનો ૧.૧૯ કરોડ કિલોગ્રામથી વધુ નશીલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો, જ્યારે ૪૮.૬૬ લાખ કિલોગ્રામથી વધુ જથ્થો નષ્ટ કરવામાં આવ્યો હતો.

આ મિશનમાં ભારતના ૧૦૦ મોટા ભાગેડુઓને ભારત લાવવામાં આવશે. ૧૦૦ ગુપ્ત ડ્રગ્સ-લૅબોરેટરીઓને તોડી પાડવામાં આવશે અને એક લાખ નશામુક્ત મિત્રોને તૈયાર કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2026 07:20 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK