Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કારની DDC 0001 નંબર-પ્લેટ માટે ૨.૦૮ કરોડ રૂપિયાની બોલી

કારની DDC 0001 નંબર-પ્લેટ માટે ૨.૦૮ કરોડ રૂપિયાની બોલી

Published : 03 February, 2026 08:28 AM | IST | Andhra Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિગ બૉય ટૉય્‍ઝ (BBT) નામના ઑક્શન-હાઉસ દ્વારા આ હરાજી કરવામાં આવી હતી

DDC 0001 નંબર ધરાવતી કાર

DDC 0001 નંબર ધરાવતી કાર


DDC 0001 નંબર ધરાવતી કારની નંબર-પ્લેટ માટે આંધ્ર પ્રદેશના ગુંટુરના રહેવાસી કિરણ કોલ્પાકુલાએ અધધધ ૨.૦૮ કરોડ રૂપિયાની ચુકવણી કરી હતી અને દેશમાં અત્યાર સુધીની આ સૌથી મોંઘી નંબર-પ્લેટ હોવાનું કહેવાય છે. ગયા વર્ષે ૧.૧૭ કરોડ રૂપિયામાં કારની નંબર-પ્લેટ HR 88 B 8888નું વેચાણ થયું હતું, પણ બોલી લગાવનારે ચુકવણી ન કરતાં એને રદ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ નંબર-પ્લેટ ૨૬.૭ લાખ રૂપિયામાં ફરીથી વેચવામાં આવી હતી. ઑનલાઇન થયેલી હરાજીમાં કિરણ કોલ્પાકુલાએ આટલી બોલી લગાવી હતી. 

બિગ બૉય ટૉય્‍ઝ (BBT) નામના ઑક્શન-હાઉસ દ્વારા આ હરાજી કરવામાં આવી હતી. BBT હાઈ-પ્રોફાઇલ વસ્તુઓની હરાજી કરે છે. હાલમાં ઑફર કરવામાં આવતી લક્ઝરી કારમાં ઍક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની મર્સિડીઝ-મેબેક GLS 600, ફિલ્મમેકર રોહિત શેટ્ટીની મર્સિડીઝ-બેન્ઝ CLA 200d અને ક્રિકેટર દિનેશ કાર્તિકની રેન્જ રોવર સ્પોર્ટ SVRનો સમાવેશ છે. આ કંપની મુખ્યત્વે લક્ઝરી પ્રી-ઓન્ડ કાર માટે જાણીતી કંપની છે. આ પ્લૅટફૉર્મ સેલિબ્રિટીનાં વાહનો ઉપરાંત હબ્લોટ અને રૉલેક્સની દુર્લભ ઘડિયાળો અને પ્રખ્યાત ‘9999999999X’ જેવા અલ્ટ્રા-પ્રીમિયમ VIP મોબાઇલ-નંબરની પણ હરાજી કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

03 February, 2026 08:28 AM IST | Andhra Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK