BJPએ મમતા બૅનરજીની તુલના જર્મનીના હિટલર સાથે સરખામણી કરતી પોસ્ટ શૅર કરીને લખ્યું...તાનાશાહ ગભરાઈ ગયાં છે
પશ્ચિમ બંગાળ BJPએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને લખ્યું હતું, ‘તાનાશાહ ગભરાઈ ગયાં છે.’
સોમવારે બિહારના પ્રધાન નીતિન નબીનને ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કર્યા પછી પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન ફફડી ગયાં છે એવું સૂત્રોનું કહેવું છે.
મતદારયાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નો લગાતાર વિરોધ કરવા છતાં પશ્ચિમ બંગાળમાં એની પ્રક્રિયા રાબેતા મુજબ ચાલી રહી છે એટલું જ નહીં, રોજ મતદારયાદી માટે ભરાયેલાં ફૉર્મ્સના છબરડા બહાર આવી રહ્યા છે. ચૂંટણીપંચે બંગાળમાં તો બિહાર કરતાંય વધુ નામો મતદારયાદીમાંથી કાઢ્યાં છે. મમતા બૅનરજીની ભવાનીપુર બેઠક પરથી જ ૪૦,૦૦૦ મતદાતાઓ ડિલીટ થયા છે ત્યારે પશ્ચિમ બંગાળ BJPએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને લખ્યું હતું, ‘તાનાશાહ ગભરાઈ ગયાં છે.’


