BSF અને સુરક્ષા એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે, પરંતુ આ યુવક માનસિક રીતે બીમાર હોય એવું લાગી રહ્યું છે. જોકે મેડિકલ રિપોર્ટ આવ્યા પછી જ સાચો ખુલાસો થઈ શકશે.
પ્રતીકાત્મક તસવીર
રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં પોખરણ પાસે આવેલી ભારત-પાકિસ્તાનની સીમા પર બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ના જવાનોએ સીમા પાસે શંકાસ્પદ ગતિવિધિઓ નોંધી હતી. સીમા પાર કરીને એક માણસ ભારતીય ક્ષેત્રમાં દાખલ થવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે જ BSFના જવાનોએ તેની ઘેરાબંધી કરીને પકડી લીધો હતો. પ્રાથમિક તપાસમાં એ માણસ પાકિસ્તાનના પંજાબના સરગોધાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. લગભગ ૩૫ વર્ષની વયના આ યુવક પાસેથી પાકિસ્તાની ચલણ અને ચાકુ મળી આવ્યાં હતાં. તે કેમ આ તરફ આવ્યો છે એની પૂછતાછનો સંતોષજનક જવાબ આપી શક્યો નહોતો. BSF અને સુરક્ષા એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે, પરંતુ આ યુવક માનસિક રીતે બીમાર હોય એવું લાગી રહ્યું છે. જોકે મેડિકલ રિપોર્ટ આવ્યા પછી જ સાચો ખુલાસો થઈ શકશે.


