Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કર્ણાટકમાં કૉન્ગ્રેસી વિધાનસભ્યની ભત્રીજી મફતનો પગાર લેતી પકડાઈ

કર્ણાટકમાં કૉન્ગ્રેસી વિધાનસભ્યની ભત્રીજી મફતનો પગાર લેતી પકડાઈ

Published : 17 September, 2026 02:37 PM | IST | karnataka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગેરહાજર રહીને પણ મેડિકલ ઑફિસર તરીકે મહિને ૭૦,૦૦૦ રૂપિયા મેળવતી હતી, ડ્યુટી પર હાજર ન રહીને ખાનગી કૉલેજમાં ભણતી હતી

ડૉ. અંકિતા યારગલ, કૉન્ગ્રેસના વિધાનસભ્ય ઉમેશ મેટી

ડૉ. અંકિતા યારગલ, કૉન્ગ્રેસના વિધાનસભ્ય ઉમેશ મેટી


કર્ણાટકના બાગલકોટમાં કૉન્ગ્રેસના વિધાનસભ્ય ઉમેશ મેટીની ભત્રીજી ડૉ. અંકિતા યારગલ સામે ગંભીર આરોપો લાગ્યા છે. તે રાજ્ય સરકાર સંચાલિત નમ્મા ક્લિનિકમાં મેડિકલ ઑફિસર તરીકે નિમણૂક પામી હતી, પરંતુ ડ્યુટી પર ગેરહાજર રહીને એક ખાનગી મેડિકલ કૉલેજમાં અનુસ્નાતકનો અભ્યાસ કરી રહી હતી. આ સમય દરમ્યાન પણ તેણે ૭૦,૦૦૦ રૂપિયા પ્રતિ માસ લેખે પગાર મેળવ્યો હતો. આ મામલે સત્તાધીશોએ તેમની સામે તપાસ શરૂ કરી છે.

રિપોર્ટ મુજબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઑફિસર (DHO) રાજકુમાર યારગલે જેઓ ડૉ. અંકિતાના પિતા છે તેમણે જ દીકરીને ડ્યુટી પરથી હટાવી દીધી હતી. જોકે પિતાનો દાવો છે કે તેમની દીકરીએ અભ્યાસ શરૂ કર્યા બાદ કોઈ પગાર લીધો નથી. 


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2026 02:37 PM IST | karnataka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK