Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > છત્તીસગઢના વેદાંતા પાવરપ્લાન્ટમાં જીવલેણ બૉઇલર-બ્લાસ્ટ

છત્તીસગઢના વેદાંતા પાવરપ્લાન્ટમાં જીવલેણ બૉઇલર-બ્લાસ્ટ

Published : 15 April, 2026 10:32 AM | IST | Chhattisgarh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૨ કામદારોનાં મોત, ૩૦ શ્રમિકો દાઝ્યા, ૧૨ જણ ૮૦ ટકાથી વધુ દાઝેલી હાલતમાં

ઘટનાસ્થળ

ઘટનાસ્થળ


છત્તીસગઢના સક્તી જિલ્લામાં વેદાન્તા પાવરપ્લાન્ટમાં ગઈ કાલે બપોરે અચાનક બૉઇલર બ્લાસ્ટ થઈ ગયું હતું. આ અકસ્માતમાં ઓછામાં ઓછા ૧૨ કામદારોનાં મૃત્યુ થયાં હતાં. ધમાકો એટલો જોરદાર હતો કે અવાજ દૂર સુધી સંભળાયો હતો. સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે ૩ મજૂરો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. ૧૮ ઘાયલોને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં બીજા ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં. ૧૨ શ્રમિકો અત્યંત ગંભીર હાલતમાં છે કેમ કે તેમનું શરીર લગભગ ૮૦ ટકા દાઝી ગયું છે. અન્ય ૩૦ શ્રમિકો પણ દાઝ્યા છે.

પ્લાન્ટની બહાર મજૂરોના પરિવારજનોએ પ્રદર્શન કરીને ઘાયલોને મદદ કરવાની માગણી કરી હતી. પ્રાઇવેટ કંપનીએ મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને એક-એક કરોડ રૂપિયા અને ઘાયલોને ૫૦-૫૦ લાખ રૂપિયાનું વળતર આપવું જોઈએ એવી માગણી સ્થાનિક વિધાનસભ્ય અને કૉન્ગ્રેસના નેતાઓએ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2026 10:32 AM IST | Chhattisgarh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK