Delhi New CM Atishi Marlena: અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને વિધાનસભ્ય દળની બેઠકમાં આમ આદમી પાર્ટીના વડાએ પોતે તેમના નામની રજૂઆત કરી.
Breaking News
આતિશીની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- AAP ધારાસભ્ય દળની બેઠકમાં અરવિંદ કેજરીવાલે સીએમ માટે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો
- આજે કેજરીવાલ રાજીનામું આપી શકે છે
- તેઓએ નવી દિલ્હીની સ્પ્રિંગડેલ સ્કૂલમાંથી શાળાકીય અભ્યાસ પૂરો કર્યો છે
અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી (Delhi New CM Atishi Marlena) બન્યાં છે. અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને વિધાનસભ્ય દળની બેઠકમાં આમ આદમી પાર્ટીના વડાએ પોતે તેમના નામની રજૂઆત કરી હતી. કેજરીવાલના જેલવાસ બાદ સરકારના સૌથી શક્તિશાળી મંત્રી તરીકે ઉભરી આવેલા આતિશી હવે મુખ્યમંત્રી બન્યાં છે.
તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલે મંગળવારે દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તે સાથે જ AAP ધારાસભ્ય દળની બેઠકમાં અરવિંદ કેજરીવાલે સીએમ માટે આતિશીના નામનો પ્રસ્તાવ (Delhi New CM Atishi Marlena) મૂક્યો હતો.
ADVERTISEMENT
નવા મુખ્યમંત્રીની જાહેરાત પહેલા આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે આ પદ વિધાનસભા ચૂંટણી સુધી આપવામાં આવી રહ્યું છે. જો તેઓ આગામી લોકસભા ચૂંટણી જીતશે તો કેજરીવાલ ફરીથી મુખ્યમંત્રી બનશે.
એવા અહેવાલ સામે આવ્યા છે કે આતિશીના નામની જાહેરાત (Delhi New CM Atishi Marlena) ટૂંક જ સમયમાં થવાની છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક દરમિયાન તેમના નામની ઘોષણા થઈ હતી. અરવિંદ કેજરીવાલે મંગળવારે તેમના નિવાસસ્થાને PACની બેઠક બોલાવી હતી. લગભગ એક કલાક સુધી આ બેઠક ચાલી હતી. આ બેઠકમાં PAC સભ્યો સાથે જ વર્તમાન કેબિનેટ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. કેજરીવાલે બેઠકમાં હાજર દરેક નેતાઓ સાથે દિલ્હીના નવા મુખ્યમંત્રી વિશે ચર્ચા કરી અને આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.
તમને જણાવી દઈએ કે આતિશીનો જન્મ દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર વિજય કુમાર સિંહ અને ત્રિપતા વાહીને ઘરે થયો હતો. તેઓએ નવી દિલ્હીની સ્પ્રિંગડેલ સ્કૂલમાંથી શાળાકીય અભ્યાસ પૂરો કર્યો હતો. ત્યારબાદ સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં ઈતિહાસ વિષય સાથે તેઓએ સ્નાતકની ડિગ્રી અને ચેવેનિંગ શિષ્યવૃત્તિ પર ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે.
તેમની રાજનૈતિક સફરની વાત કરવામાં આવે તો તેઓએ જુલાઈ 2015થી એપ્રિલ 2018 સુધી દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાના સલાહકાર તરીકેની ફરજ નિભાવી હતી. તે સાથે જ તેઓએ દિલ્હીની સરકારી શાળાઓમાં શિક્ષણના ધોરણને સુધારવા માટે ઘણી યોજનાઓ પર પણ પોતાનું કૌશલ્ય દાખવ્યું છે. 2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન આતિશી દક્ષિણ દિલ્હીના કાલકાજી મતવિસ્તારમાંથી ચૂંટણી લડયાં હતાં. અને તેટલું જ નહીં તેમણે ભાજપના ઉમેદવાર ધરમબીર સિંહને 11,422 મતોથી હરાવ્યા હતા.
આજે કેજરીવાલ રાજીનામું આપી શકે છે
પ્રાપ્ત અહેવાલો અનુસાર આજે કેજરીવાલ રાજીનામું આપી શકે છે. સાંજે 4.30 વાગ્યે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પણ તેઑ મળવાના છે. તમને જણાવી દઈએ કે શીલા દીક્ષિત અને સુષ્મા સ્વરાજ પછી આતિશી દિલ્હીની ત્રીજાં મહિલા મુખ્યમંત્રી (Delhi New CM Atishi Marlena) બન્યાં છે.