Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હી મહિલા આયોગમાંથી ૨૨૩ કર્મચારીઓની હકાલપટ્ટી, ઉપરાજ્યપાલના આદેશ પર લેવાયા તાત્કાલિક પગલાં

દિલ્હી મહિલા આયોગમાંથી ૨૨૩ કર્મચારીઓની હકાલપટ્ટી, ઉપરાજ્યપાલના આદેશ પર લેવાયા તાત્કાલિક પગલાં

02 May, 2024 11:45 AM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Delhi Women Commission: દિલ્હી મહિલા આયોગના તત્કાલીન અધ્યક્ષ સ્વાતિ માલીવાલે નિયમોની વિરુદ્ધ જઈને પરવાનગી વિના આ લોકોની નિમણૂક કરી હતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દિલ્હી મહિલા આયોગ (Delhi Women Commission) ના ૨૨૩ કર્મચારીઓને તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવ્યા છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના (Lieutenant Governor VK Saxena) ના આદેશ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપ છે કે દિલ્હી મહિલા આયોગના તત્કાલીન અધ્યક્ષ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) એ નિયમોની વિરુદ્ધ જઈને પરવાનગી વિના તેમની નિમણૂક કરી હતી.

દિલ્હી મહિલા આયોગ અધિનિયમને ટાંકીને એલજી ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, પેનલમાં ૪૦ કર્મચારીઓની મંજૂર સંખ્યા છે અને લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી વિના ૨૨૩ નવી જગ્યાઓ બનાવવામાં આવી છે.



આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કમિશનને કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર રાખવાનો અધિકાર નથી. આગળ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, મહિલા આયોગને જાણ કરવામાં આવી હતી કે તેઓ નાણા વિભાગની મંજૂરી વિના કોઈ પગલું નહીં ભરે, જેનાથી સરકાર પર વધારાનો નાણાકીય બોજ ન પડે.


આદેશમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો નિયમોની વિરુદ્ધ છે. તેઓએ એલજીની મંજૂરી વિના ૨૨૩ પોસ્ટ્સ બનાવી અને નોટિસ બાદ પણ કાર્યવાહી કરી ન હતી. આ સિવાય DCW કર્મચારીઓના પગાર અને અન્ય ભથ્થામાં પણ નિયમો વિરુદ્ધ વધારો કરવામાં આવ્યો હતો. DCW એક્ટ મુજબ, DCW માં ૪૦ મંજૂર પોસ્ટ્સ પ્રદાન કરવામાં આવી છે, પરંતુ ૨૨૩ પોસ્ટ્સ બનાવીને અને કમિશનમાં કર્મચારીઓની નિમણૂક કરીને, કમિશને DCW એક્ટ, ૧૯૯૪ ની વૈધાનિક જોગવાઈઓ અને નાણાં અને આયોજન વિભાગ, GNCTDની વિવિધ સ્થાયી સૂચનાઓનું ઉલ્લંઘન કર્યું છે. જે નિમણૂંકો કરવામાં આવી હતી તે પણ ઔપચારિક રીતે કરવામાં આવી ન હતી.


દિલ્હી મહિલા આયોગ અધિનિયમ ૨૦૧૩ અનુસાર, આવું કરતા પહેલા LGની મંજૂરી જરૂરી છે. રાજભવન (Raj Bhavan) તરફથી કહેવામાં આવ્યું કે, કેન્દ્ર સરકારના ઓડિટ રિપોર્ટના આધારે એન્ટી કરપ્શન બ્યુરો (Anti Corruption Bureau) એ પણ કેસ નોંધ્યો હતો. ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ, આ નિમણૂકોની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી જેણે ૨ જૂન ૨૦૧૭ના રોજ તેનો અહેવાલ સુપરત કર્યો હતો. સમિતિએ નિમણૂંકોને ગેરકાયદેસર જાહેર કરી હતી.

મહિલા આયોગ દ્વારા આચરવામાં આવેલી આ તમામ અનિયમિતતાઓ અને ગેરકાયદેસરતાઓની નોંધ લેતા લેફ્ટનન્ટ ગવર્નરે વિભાગના પ્રસ્તાવને મંજૂરી આપી છે કે DCWમાં મંજૂર પોસ્ટ્સ વિના અને યોગ્ય પ્રક્રિયાઓનું પાલન કર્યા વિના કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓની નિમણૂકો રદબાતલ છે. આ કર્મચારીઓને DCW માં ચાલુ રાખવાની મંજૂરી આપી શકાતી નથી. તેથી, સરકારની મંજૂરી સાથે, દિલ્હી મહિલા આયોગને તાત્કાલિક અસરથી તે તમામ કરાર આધારિત કર્મચારીઓની સેવાઓ બંધ કરવા માટે જાણ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) માંથી રાજ્યસભા સાંસદ બનતા પહેલા સ્વાતિ માલીવાલે નવ વર્ષ સુધી દિલ્હી મહિલા આયોગનું નેતૃત્વ કર્યું હતું. પેનલના ચેરમેનની જગ્યા હાલમાં ખાલી છે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સ્વાતિ માલીવાલને વારંવાર નિમણૂકો માટે નાણાં વિભાગની મંજૂરી લેવાની સલાહ આપવામાં આવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

02 May, 2024 11:45 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK