પપ્પાને ફોન પર છેલ્લી વાર બાય-બાય પાપા કહીને ૨૧ વર્ષની યુવતીએ ચિનાબ નદીમાં ઝંપલાવ્યું
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. પ્રેમનગર પાસે આવેલા શિવ દલ બ્રિજ પરથી ૨૧ વર્ષની પાયલ દેવી નામની યુવતીએ અચાનક ચિનાબ નદીમાં ઝંપલાવ્યું હતું.
પાયલના પિતા કૃષ્ણ લાલના જણાવ્યા મુજબ તેમની પુત્રી મેળામાં ગઈ હતી અને ત્યાંથી તેણે ફોન કરીને પોતાની તબિયત ખરાબ હોવાનું કહ્યું હતું. ડૉક્ટર હાજર ન હોવાથી તે મોટરસાઇકલ પર ઘરે પાછી ફરી રહી હતી ત્યારે અચાનક તે નદી તરફ દોડી ગઈ હતી. સોશ્યલ મીડિયા પર આ ઘટના પહેલાંનો એક વિડિયો પણ સામે આવ્યો છે, જેમાં લોકો તેને નદીમાં ન કૂદવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ADVERTISEMENT
દીકરી સાથે રહેલી વ્યક્તિએ પિતાને જાણ કરતાં તેમણે તરત જ પાયલને કૉલ કર્યો હતો. પિતાએ ચિંતાતુર બનીને પૂછ્યું કે કોઈએ તને કંઈ કહ્યું છે કે કેમ. ત્યારે પાયલે જવાબ આપ્યો હતો કે કોઈએ મને હેરાન કરી નથી. અંતમાં તેણે ‘આ મારું પોતાનું જીવન છે અને મારું દિલ કહે છે કે મારે આ રસ્તે જવું જોઈએ’ એમ કહીને છેલ્લી વાર ‘બાય-બાય પાપા’ બોલીને ફોન કાપી નાખ્યો હતો અને ત્યાર બાદ નદીમાં કૂદી ગઈ હતી.
ભારતની સ્પષ્ટતા : વિશ્વના નવા નકશાને મંજૂરી, પણ જમ્મુ-કાશ્મીર અને લદાખને દેશના સાર્વભૌમ પ્રદેશ તરીકે દર્શાવવા પડશે
સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાએ નકશા પર વિશ્વના વધુ સચોટ પ્રતિનિધિત્વને પ્રોત્સાહન આપવા માટે રજૂ કરેલા ઠરાવ પર ભારતે તરફેણમાં મતદાન કર્યું છે, પરંતુ નવી દિલ્હીએ ગઈ કાલે સ્પષ્ટ કર્યું હતું કે એનું સમર્થન સમાન-ક્ષેત્ર નકશા અંદાજોનો ઉપયોગ કરવાના સિદ્ધાંત સુધી મર્યાદિત છે.
આ સંદર્ભમાં વિદેશ મંત્રાલયે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ વિશે પણ એક કડક સ્પષ્ટતા કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ પ્રદેશોને ભારતના સત્તાવાર નકશા અનુસાર દર્શાવવા જોઈએ અને કોઈ પણ ખોટો અથવા ગેરમાર્ગે દોરનારો નકશો અસ્વીકાર્ય છે. નવી દિલ્હીએ એ પણ ભાર મૂક્યો હતો કે ઠરાવ તકનીકી અને પદ્ધતિસરની રીતે તટસ્થ રહેવો જોઈએ.
