Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રામ મંદિરમાં ૧૦૫ વાર દાનચોરી થઈ હતી

રામ મંદિરમાં ૧૦૫ વાર દાનચોરી થઈ હતી

Published : 22 September, 2026 02:26 PM | IST | Ayodhya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

CCTV કૅમેરાનાં ફુટેજમાં બહાર આવી જાણકારી, બે દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે

અયોધ્યા રામ મંદિર

અયોધ્યા રામ મંદિર


અયોધ્યાના રામ મંદિરમાં થયેલી દાનચોરીના કેસની તપાસમાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં કથિત ચોરીની ૧૦૫ ઘટનાઓ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. તપાસ-અહેવાલમાં મંદિરના પરિસરમાં નોંધાયેલી અનેક ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં સત્તાવાળાઓ તપાસ દરમ્યાન એકઠાં કરાયેલાં ફુટેજ અને પુરાવાઓની ચકાસણી કરી રહ્યા છે. 
આ કેસની તપાસ હવે એક મહત્ત્વપૂર્ણ વળાંક પર પહોંચી ગઈ છે. ઉત્તર પ્રદેશ સરકારે ગઈ કાલે સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે આ કેસની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) બે દિવસમાં ચાર્જશીટ દાખલ કરશે. SITના સ્ટેટસ રિપોર્ટમાં જણાવાયું છે કે CCTV કૅમેરાનાં ફુટેજની તપાસમાં ચોરીના ૧૦૫ બનાવો ઓળખાયા છે. પરિણામે ચાર્જશીટ દ્વારા તપાસ અંગેની વિગતવાર માહિતી બહાર આવવાની અપેક્ષા છે.

સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટની બેન્ચને માહિતી આપી હતી કે પહેલી ધરપકડની તારીખથી ૯૦ દિવસનો સમયગાળો પચીસ સપ્ટેમ્બરે સમાપ્ત થશે, એ પહેલાં ચાર્જશીટ દાખલ કરવામાં નિષ્ફળતા આરોપીને ડિફૉલ્ટ જામીન આપવાનું કારણ બની શકે છે. તેથી સરકારે કોર્ટને માહિતી આપી હતી કે SIT બે દિવસમાં ચાર્જશીટ દાખલ કરશે. આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જૉયમલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બનેલી બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. SITએ તપાસ સંબંધિત સ્ટેટસ રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કર્યો હતો, જેની બેન્ચે સમીક્ષા કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2026 02:26 PM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK