Fir against India’s Got Latent: સમય રૈનાનો ઇન્ડિયા`ઝ ગોટ લેટેન્ટ તાજેતરના સમયમાં સૌથી વધુ જોવાયેલા શોમાંનો એક છે, પરંતુ અરુણાચલ પ્રદેશના જેસી નાબામ નામના સ્પર્ધકે શો પર કેટલીક વિવાદાસ્પદ ટિપ્પણીઓ કર્યા પછી આ શો હવે કાનૂની મુશ્કેલીઓમાં આવ્યો છે.
સમય રૈના અને એફઆઇઆરની તસવીર (સૌજન્ય: સોશિયલ મીડિયા)
કોમેડિયન સમય રૈનાનો ‘ઇન્ડિયાઝ ગૉટ લેટેન્ટ’ શો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઓછા સમયથી સૌથી વધારે પ્રસિદ્ધિ મેળવનારો શો બની ગયો છે. જોકે પ્રસિદ્ધિ સાથે આ શો વિવાદમાં પણ ફસાયો છે. સમય રૈના દ્વારા બનાવવામાં આવેલ આ યુટ્યુબ શો તેના ઓપન કૉમેડી અંદાજને કારણે યુવા પેઢી તરફથી અપાર પ્રેમ મેળવી રહ્યો છે. જોકે, હવે આ શો સામે ફરિયાદ નોંધવામાં આવતા તે મુશ્કેલીમાં ફસાયો છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલી એક પોસ્ટ મુજબ, "ઇન્ડિયાઝ ગૉટ લેટેન્ટ"માં આવેલી અરુણાચલ પ્રદેશના જેસી નાબામ નામના સ્પર્ધક દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીઓને કારણે એફઆઇઆર નોંધવામાં આવી છે. જેસીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેણે કૂતરાનું માંસ ખાધું છે, ત્યારે તેણે જવાબ આપ્યો કે તેણે કૂતરાનું માંસ ખાધું નથી, પરંતુ તેના મિત્રોએ ખાધું છે. તેઓ ક્યારેક તેમના પાલતુ પ્રાણીઓને પણ ખાય છે. આ સમયે, શોના જજ બલરાજ ઘાઈએ દરમિયાનગીરી કરી અને કહ્યું, "ખોટું કહી રહ્યા છો.” જેના પર જેસી અસંમત થઈ અને જવાબ આપ્યો, "હું એમ જ નથી કહી રહી."
ADVERTISEMENT
View this post on Instagram
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એપિસોડ પછી, એવું કહેવામાં આવી રહ્યું છે કે "ઇન્ડિયાઝ ગૉટ લેટેન્ટ" સ્પર્ધકની ટિપ્પણીઓ પર પ્રથમ માહિતી અહેવાલ (FIR) દાખલ કરવામાં આવ્યો છે. એફઆઈઆર, જે 31 જાન્યુઆરી, 2025 ની હોવાનું માનવામાં આવે છે, તે અરુણાચલ પ્રદેશના ઇટાનગર પોલીસ સ્ટેશનના અધિકારીને સંબોધિત છે. ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ FIR અરુણાચલ પ્રદેશના પૂર્વ કામેંગ જિલ્લાના સેપ્પાના રહેવાસી અરમાન રામ વેલી બખા દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરુણાચલ પ્રદેશના આદિવાસી લોકો વિશે કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરવાના આધારે તે નોંધવામાં આવી હતી.
ઇન્ડિયાઝ ગૉટ લેટેન્ટ એક ઇન્ટરનેટ-આધારિત રિયાલિટી શો છે જ્યાં સ્પર્ધકોને જજ સમક્ષ તેમની પ્રતિભા દર્શાવવા માટે માત્ર થોડીક સેકન્ડ મળે છે, જેમાં મોટાભાગે વિવિધ ક્ષેત્રોના મનોરંજનકારોનો સમાવેશ થાય છે. વાત એ છે કે સ્પર્ધકોએ અનુમાન લગાવવું પડે છે કે તેમને 10 માંથી કેટલા ગુણ મળશે અને જો તેમનો અંદાજ જજન કુલ સ્કોર સાથે મેળ ખાય છે, તો તેઓ વિજયી બને છે. ઇન્ડિયા`ઝ ગૉટ લેટેન્ટના એપિસોડ ઓનલાઇન ખૂબ જ લોકપ્રિય છે. રિલીઝ થયા પછી તરત જ તેમને લાખો વ્યૂઝ મળે છે. સમય રૈનાનો ઇન્ડિયા`ઝ ગોટ લેટેન્ટ તાજેતરના સમયમાં સૌથી વધુ જોવાયેલા શોમાંનો એક છે, પરંતુ અરુણાચલ પ્રદેશના જેસી નાબામ નામના સ્પર્ધકે શો પર કેટલીક વિવાદાસ્પદ ટિપ્પણીઓ કર્યા પછી આ શો હવે કાનૂની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે.