ભારતમાં હવે રીટેલ સેલ્સની ખરીદીની ટકાવારીમાં નોંધપાત્ર વધારો થયો છે.
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં હવે રીટેલ સેલ્સની ખરીદીની ટકાવારીમાં નોંધપાત્ર વધારો થયો છે. લોકોની ઇન્કમમાં ટૅક્સ અને દરેક ચાર્જિસ બાદ જે પૈસા બચે છે એમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ વધારો થતાં લોકો હવે એનો ખર્ચ પણ કરી રહ્યા છે. જૂન મહિનામાં ભારતમાં રીટેલ સેલ્સમાં પાંચ ટકાનો વધારો થયો છે. રીટેલર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા દ્વારા સાઉથ ઇન્ડિયામાં ૭ ટકાનો વધારો, નૉર્થ અને ઈસ્ટ ઇન્ડિયામાં પાંચ ટકાનો વધારો અને વેસ્ટમાં ચાર ટકાનો વધારો થયો છે. ફુટવેઅર અને ક્લોધિંગ સેક્ટરમાં પણ ૪ ટકાનો ગ્રોથ થયો છે. મૉન્સૂનમાં સેલ આવતાં ખરીદનારાની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે તેમ જ હવે તહેવાર આવતાં આ ખરીદીમાં ઑર વધારો થશે એવું કહેવાઈ રહ્યું છે. ભારતમાં આ વર્ષે સ્ટાર-અપ કંપનીઓએ પણ ગયા વર્ષ કરતાં ૩૨ ટકા વધુ પૈસા ઊભા કર્યા છે.

