Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બિહારમાં ગંગા નદીનું રૌદ્ર સ્વરૂપઃ ૧૧ જિલ્લાના ૧૦ લાખ લોકો પ્રભાવિત

બિહારમાં ગંગા નદીનું રૌદ્ર સ્વરૂપઃ ૧૧ જિલ્લાના ૧૦ લાખ લોકો પ્રભાવિત

Published : 06 September, 2026 12:50 PM | Modified : 06 September, 2026 12:51 PM | IST | Bihar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિહારમાં ગંગા નદીનું રૌદ્ર સ્વરૂપઃ ૧૧ જિલ્લાના ૧૦ લાખ લોકો પ્રભાવિત, ૬ જિલ્લામાં પૂરનો ખતરો આજે પટનામાં સર્જાઈ શકે છે પૂરની ગંભીર પરિસ્થિતિ

ગઈ કાલે ગંગા નદીના ​પાણીમાં જળબંબાકાર થયેલું પટના.

ગઈ કાલે ગંગા નદીના ​પાણીમાં જળબંબાકાર થયેલું પટના.


બિહારમાં સતત ભારે વરસાદને કારણે ગંગા સહિત અનેક નદીઓ છલકાઈ ગઈ છે, જેના કારણે ૧૧ જિલ્લાના ૧૦ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. પટનાના ગાંધી ઘાટ અને પંડારક ખાતે ગંગા નદીએ એના ઉચ્ચતમ પૂરસ્તરને વટાવી દીધું છે. પ્રશાસને રાહત અને બચાવકામગીરી માટે નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF)ની ટીમો તહેનાત કરી છે. ગંગા સહિતની મુખ્ય નદીઓમાં પાણીનું સ્તર સતત વધતું હોવાથી પૂરનો ગંભીર ખતરો ઊભો થયો છે. 

પટનામાં ગંગા નદી ભયજનક લેવલે



પટનામાં ગાંધી ઘાટ ગેજ પર ગંગા નદીએ એના સૌથી વધારે હાઈ ફ્લડ લેવલ (HFL) ૫૦.૫૨ મીટરનું લેવલ પાર કરી લીધું છે અને આજે સવારે એ ૫૦.૬૨ મીટર સુધી પહોંચી શકે એમ છે. આમ આજે પટનામાં ગંભીર પૂરની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.


૬ જિલ્લામાં પૂરનો ખતરો

ગંગા નદીમાં પાણીનું સ્તર વધવાથી બક્સર, વૈશાલી, સારણ, ખગરિયા, મુંગેર અને ભાગલપુરમાં પૂરનો ખતરો છે.


૧૭ સરકારી સ્કૂલો પાણીમાં

બિહારમાં ઘણી સ્કૂલો પૂરના પાણીથી ઘેરાયેલી છે, ખગરિયાના પરબટ્ટા બ્લૉકમાં ૧૭ સરકારી સ્કૂલોમાં પાણી ભરાઈ ગયું છે, જેના કારણે આશરે ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓનો અભ્યાસ ખોરવાઈ ગયો છે. ઘણી જગ્યાએ પંદરેક દિવસથી સ્કૂલોમાં અભ્યાસ ઠપ છે. પૂર પછી આ વિદ્યાર્થીઓ માટે ખાસ વર્ગો ચલાવવાનું આયોજન છે.

શ્રીનગરમાં એકાએક મોસમમાં પલટો, દલ લેકમાં ભારે તોફાન અને મુશળધાર વરસાદમાં ફસાયા ટૂરિસ્ટો
જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગરના પ્રસિદ્ધ દલ લેકમાં ગઈ કાલે શિકારા રાઇડ દરમ્યાન એકાએક હવામાનમાં પલટો થયો હતો અને ભારે પવન અને મુશળધાર વરસાદ વચ્ચે ટૂરિસ્ટો ફસાઈ ગયા હતા. ખરાબ હવામાન અને ભારે મોજાને કારણે શિકારા હાલકડોલક થવા લાગ્યા હતા, જેના કારણે પ્રવાસીઓ લેકની વચ્ચે ફસાયા હતા. એ સમયે સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF)ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને જવાબદારી સંભાળી લઈને બધા પ્રવાસીઓને બચાવી લીધા હતા અને તેમને સલામત સ્થળે મોકલી દીધા હતા. 

Whatsapp-channel Whatsapp-channel

06 September, 2026 12:51 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK