Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Haryana: લે! આ ગામમાં લવ મૅરેજ પર બૅન! એવું શું થયું કે પંચાયતે લેવો પડ્યો આવો નિર્ણય!

Haryana: લે! આ ગામમાં લવ મૅરેજ પર બૅન! એવું શું થયું કે પંચાયતે લેવો પડ્યો આવો નિર્ણય!

Published : 23 September, 2026 08:38 AM | IST | Haryana
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Haryana: આ પંચાયત સત્તાવાર રીતે ચૂંટાયેલી નથી. પણ જ્યારે આ નિર્ણય લેવાયો ત્યારે હિસારના આર્ય નગર ગામના લગભગ હજારેક ગ્રામવાસીઓ હાજર રહ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


લવ મૅરેજને સમાજમાં સહજતાથી સ્વીકારવામાં આવતાં નથી. વારંવાર જ્ઞાતિઓ આને લઈને નીતિ-નિયમો બનાવતી હોય છે. હવે આ જ મુદ્દે હરિયાણા (Haryana)ના એક ગામમાં એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત રિપોર્ટ્સ અનુસાર હિસાર જિલ્લાની એક ગ્રામપંચાયતે પ્રેમ લગ્ન સામે ઠરાવ પસાર કર્યો છે અને આ ઠરાવ અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે જે ગામમાં રહેતી કોઇપણ વ્યક્તિ હવે ગામની જ અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરી શકશે નહીં. અને જો આવું કરશે તો તેને ગામબહાર કરવામાં આવશે. આમ તો રિપોર્ટ્સ કહે છે કે આ પંચાયત સત્તાવાર રીતે ચૂંટાયેલી નથી. પણ જ્યારે આ નિર્ણય લેવાયો ત્યારે હિસારના આર્ય નગર ગામના લગભગ હજારેક ગ્રામવાસીઓ હાજર રહ્યા હતા. ઉપરથી આ પંચાયતમાં તો કેટલાક લોકોએ એવી પણ દરખાસ્ત મૂકી હતી કે જે કોઈપણ વ્યક્તિ કે પરિવાર હવેથી આવાં પ્રેમ લગ્નને ટેકો આપશે તેની સામે પણ કાર્યવાહી કરવી જોઇએ.

શા માટે ગામમાં આવો નિર્ણય લેવાયો?



હવે સવાલ એ થાય કે શા માટે આ ગામ (Haryana)માં અચાનક આવો નિર્ણય લેવાની ફરજ પડી હતી. તો તમને જણાવી દઈએ કે આ ગામમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં ત્રણ ત્રણ પ્રેમલગ્ન થયાં છે. અમ ઉપરાઉપરી ગામના ને ગામના લોકો લગ્નગ્રંથિથી જોડાતાં કુલવંત ગોસલાના અધ્યક્ષસ્થાને લગભગ ૧૦૦૦ લોકોની એક ગામપંચાયત બોલાવવામાં આવી હતી અને આ પંચાયતમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો કે ગામની તમામ યુવતીઓને ગામની દીકરીઓ માનવામાં આવે છે, તેથી આપણા ગામમાં રહેતા યુવક-યુવતીઓ પરસ્પર લગ્ન નહીં કરી શકે, અને જો તેઓ લગ્ન કરશે તો ગામબહાર કરવામાં આવશે.


પંચાયતના (Haryana) મતે આવાં લવ મૅરેજ સ્થાનિક રીત-રિવાજો અને પરંપરાઓનું ઉલ્લંઘન કરનારાં છે. પંચાયતે એમ પણ જણાવ્યું છે કે ગામમાં કોઈ કપલ પ્રેમલગ્ન ન કરે તે મુદ્દે નજર રાખવા માટે એક ખાસ કમિટીનું પણ ગઠન કરી દેવામાં આવ્યું છે. એક ગ્રામ્યવાસીએ જણાવ્યું કે, "ગામની દરેક ગર્લ્સ આમારા માટે દીકરી સમાન છે. હવે આ લવ મૅરેજની જાણે એક નવી જ શરૂ થઈ ગઈ છે. જે આમારા ગામમાં ચાલતા આવતા સામાજિક રિવાજોની વિરુદ્ધ છે, અને આખું ગામ તેનો વિરોધ કરવા માટે એક સાથે આવ્યું છે”

જોકે, ગામપંચાયત (Haryana) દ્વારા લેવાયેલ આ નિર્ણયની દેશભરમાં ભારે ટીકા પણ થઈ રહી છે. આખરે આ ટીકાઓના વરસાદ વચ્ચે સ્થાનિક ગ્રામ પંચાયતે સ્પષ્ટતા કરી છે કે આ નિર્ણય સાથે તેમને કોઈ લેવાદેવા નથી અને આ તુઘલકી ફરમાન સંપૂર્ણપણે સામાજિક સ્તરે બોલાવાયેલી પંચાયત દ્વારા લેવામાં આવ્યું છે. એટલે જ હવે એ જોવાનું રહે છે કે કાનૂની અને બંધારણીય અધિકારોનો અનાદર કરતા આવા નિર્ણય સામે પ્રશાસન કોઈ પગલાં ભરે છે કે કેમ.


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2026 08:38 AM IST | Haryana | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK