નૉર્થ રંગપુર જિલ્લાના કુર્શાના ઉત્તર રહીમાપુર વિસ્તારમાં રવિવારે વહેલી સવારે તેમના મૃતદેહ તેમના ઘરેથી મળી આવ્યા હતા
પ્રતીકાત્મક તસવીર
૧૯૭૧ના મુક્તિ યુદ્ધના એક સ્વાતંત્ર્યસેનાની (મુક્તિજોદ્ધા) ૭૫ વર્ષના જોગેશ ચંદ્ર રૉય અને તેમનાં પત્ની સુબોર્ણા રૉયની બંગલાદેશના રંગપુરમાં તેમના ઘરે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. મૃત્યુ પામનાર દંપતીના બે પુત્રો પૈકી એક પુત્ર શોવેન ચંદ્ર રૉય જોયપુરહાટ પોલીસમાં અને બીજો પુત્ર રાજેશ ખન્ના ચંદ્ર રૉય ઢાકા પોલીસમાં સેવા આપે છે.
નૉર્થ રંગપુર જિલ્લાના કુર્શાના ઉત્તર રહીમાપુર વિસ્તારમાં રવિવારે વહેલી સવારે તેમના મૃતદેહ તેમના ઘરેથી મળી આવ્યા હતા. રવિવારે સવારે લગભગ ૭.૩૦ વાગ્યે વારંવાર દરવાજો ખખડાવ્યા છતાં પાડોશીઓ અને તેમના ઘરના હાઉસહેલ્પને કોઈ જવાબ મળ્યો નહોતો. ત્યાર બાદ ઘરના પરિસરમાં પ્રવેશતાં સુબોર્ણા રૉયનો મૃતદેહ રસોડામાં અને જોગેશ ચંદ્ર રૉયનો મૃતદેહ ડાઇનિંગ રૂમમાં મળ્યો હતો. બન્નેનાં ગળાં કાપી નાખવામાં આવ્યાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે હુમલો રવિવારે રાત્રે ૧ વાગ્યાની આસપાસ થયો હોવો જોઈએ.
ADVERTISEMENT
જોગેશ ચંદ્ર રૉય ૧૯૭૧ના બંગલાદેશ મુક્તિ યુદ્ધના અનુભવી સૈનિક હતા અને બાદમાં તેમણે સરકારી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે સેવા આપી હતી. તેઓ ૨૦૧૭માં નિવૃત્ત થયા હતા.


