Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૯૪ વર્ષમાં પહેલવહેલી વાર ૯ મહિલાઓ સૈન્ય ઑફિસર બની: ભારતીય સેનામાં રચાયો નવો ઇતિહાસ

૯૪ વર્ષમાં પહેલવહેલી વાર ૯ મહિલાઓ સૈન્ય ઑફિસર બની: ભારતીય સેનામાં રચાયો નવો ઇતિહાસ

Published : 15 June, 2026 10:42 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મને આશા છે કે આ આવનારાં વર્ષોમાં ઘણી વધુ યુવતીઓને સેનામાં જોડાવા માટે પ્રેરણા આપશે

૯૪ વર્ષમાં પહેલવહેલી વાર ૯ મહિલાઓ સૈન્ય ઑફિસર બની

૯૪ વર્ષમાં પહેલવહેલી વાર ૯ મહિલાઓ સૈન્ય ઑફિસર બની


ઇન્ડિયન મિલિટરી ઍકૅડેમી (IMA)ના સમૃદ્ધ વારસામાં એક ઐતિહાસિક પ્રકરણ ઉમેરાયું છે, કારણ કે ૯૩ વર્ષ જૂની આ લશ્કરી સંસ્થાએ શનિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની હાજરીમાં ૧૫૮મા નિયમિત અભ્યાસક્રમ અને ૧૪૧મા ટેક્નિકલ સ્નાતક અભ્યાસક્રમની પાસિંગ આઉટ પરેડ (POP)માં ૯ મહિલા ઑફિસર કૅડેટ્સ (OC)ના પ્રથમ બૅચે આર્મી ઑફિસર તરીકે કમિશન મેળવ્યું હતું.
પ્રથમ બૅચ નૅશનલ ડિફેન્સ ઍકૅડેમી (NDA)ની તાલીમ પૂરી કર્યા પછી ઍકૅડેમીમાં જોડાયો હતો જે IMAના ઇતિહાસમાં પહેલી વખત હતું. તેઓ ૧૬ દેશોના ૩૪ વિદેશી OC સહિત ૫૧૫ OCમાં સામેલ હતી જે ઍકૅડેમીમાંથી ગ્રૅજ્યુએટ થઈને પોતપોતાની સેનામાં જોડાવા માટે સ્નાતક થઈ હતી. આ ઘટનાને મુખ્ય સીમાચિહનરૂપ ગણાવતાં POPના સમીક્ષા-અધિકારી તરીકે સમારોહનું અધ્યક્ષપદ સંભાળનારાં રાષ્ટ્રપતિ મુર્મુએ IMA સભાને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે ‘ઍકૅડેમીમાંથી પ્રથમ મહિલા કૅડેટ્સનું પાસિંગ આઉટ થવું એ મહિલા સશક્તીકરણ તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. મને આશા છે કે આ આવનારાં વર્ષોમાં ઘણી વધુ યુવતીઓને સેનામાં જોડાવા માટે પ્રેરણા આપશે.’


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2026 10:42 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK