Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારત શ્રીમંત બને એ પહેલાં વૃદ્ધ થઈ જશે

ભારત શ્રીમંત બને એ પહેલાં વૃદ્ધ થઈ જશે

Published : 21 September, 2026 09:15 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૫૦ સુધીમાં દેશના ૨૦ ટકા લોકો સિનિયર સિટિઝન હશે: સરેરાશ પાંચમાંથી એક ભારતીય ૬૦ વર્ષથી વધુ ઉંમરનો હશે અને લગભગ દસમાંથી ૭ વૃદ્ધો ગ્રામીણ ભારતમાં જ રહેતા હશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારત સમૃદ્ધ બનતાં પહેલાં વૃદ્ધોનો દેશ બની જશે એવું એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે. આ રિપોર્ટ મુજબ ૨૦૫૦ સુધીમાં ભારતની ૨૦ ટકા વસ્તી ૬૦ વર્ષથી વધુ ઉંમરની હશે. સરેરાશ પાંચમાંથી એક ભારતીય ૬૦ વર્ષથી વધુ ઉંમરનો હશે અને આ વૃદ્ધ લોકોમાંથી લગભગ દસમાંથી ૭ ગ્રામીણ ભારતમાં રહેતા હશે.
ટ્રાન્સફૉર્મ રૂરલ ઇન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જણાવાયું છે કે ભારતની વસ્તી સમૃદ્ધ બનતાં પહેલાં વૃદ્ધ થઈ રહી છે, જ્યારે ઘણા વિકસિત દેશો એમની વસ્તી વૃદ્ધ થવાનું શરૂ થાય એ પહેલાં જ સમૃદ્ધ બની ગયા હતા. ૨૦૦૧માં દરેક વૃદ્ધ વ્યક્તિની સંભાળ રાખવા માટે ઉપલબ્ધ કાર્યકારી વયના લોકોની સંખ્યા ૮.૪ હતી જે ૨૦૨૬ સુધીમાં ઘટીને સરેરાશ ૫.૨ થવાનો અંદાજ છે.
ભારતનું પરંપરાગત જીવન કુટુંબઆધારિત સંભાળ મૉડલ પર આધારિત છે. જોકે હવે એના પર દબાણ આવી રહ્યું છે અને પરિવારો વિખૂટા પડી રહ્યા છે. પરિવારો પહેલાં કરતાં નાના થઈ ગયા છે, યુવા પેઢીઓ કામ પર બહાર જઈ રહી છે અને લોકો લાંબું જીવી રહ્યા છે. આમ છતાં લગભગ ૯૪ ટકા વૃદ્ધોની સંભાળ હજી પણ ઘરની અંદર જ કરવામાં આવે છે. જોકે સંભાળ રાખનારા લોકોની સંખ્યા ઘટી રહી છે. વૃદ્ધ લોકોની સંભાળને માટે આશરે ૧.૧ કરોડ નવી નોકરીઓનું નિર્માણ શક્ય છે.
આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાઓ દરરોજ આશરે ૩૦૫ મિનિટ પગાર વગરના ઘરના કાર્યમાં વિતાવે છે, જ્યારે પુરુષો આવા કામ માટે માત્ર ૫૬ મિનિટ વાપરે છે. 


Whatsapp-channel Whatsapp-channel

21 September, 2026 09:15 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK