Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઇન્ડિયન ઍર ફોર્સનો વિંગ કમાન્ડર ફસાયો હની-ટ્રૅપમાં

ઇન્ડિયન ઍર ફોર્સનો વિંગ કમાન્ડર ફસાયો હની-ટ્રૅપમાં

Published : 09 August, 2026 02:34 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાન માટે કામ કરતી મહિલાના ચક્કરમાં ગદ્દારી કરી હોવાનો આરોપ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઇન્ડિયન ઍર ફોર્સ (IAF)ના એક વિંગ કમાન્ડરની દિલ્હી પોલીસે સંરક્ષણ સંબંધિત સંવેદનશીલ માહિતી લીક કરવાના આરોપ બાદ ધરપકડ કરી છે. બે મહિના પહેલાં કસ્ટડીમાં લેવાયેલા આ અધિકારી પર ઑફિશ્યલ સીક્રેટ્સ ઍક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તે જુડિશ્યલ કસ્ટડીમાં છે. તપાસ-અધિકારીઓ માને છે કે વ્યૂહાત્મક લશ્કરી ગુપ્તચર માહિતીને લક્ષ્ય બનાવતું આ એક વિશાળ જાસૂસી નેટવર્ક હોઈ શકે છે. આ અધિકારી ફીલ્ડ યુનિટમાં ફરજ બજાવતો હતો. ૩૧ મેની રાત્રે આ અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી.

પાકિસ્તાન માટે કામ કરતી મહિલાએ IAF અધિકારીનો સોશ્યલ મીડિયા પર સંપર્ક કર્યો હોવાની જાણકારી મળી રહી છે. આ મહિલા પાકિસ્તાની હૅન્ડલર્સના ઇશારે કામ કરી રહી હતી અને તેણે વિંગ કમાન્ડરનો વિશ્વાસ મેળવ્યો હતો અને તેમને એક ઍપ ડાઉનલોડ કરવા કહ્યું હતું. આ ઍપ ડેટાની ચોરી કરવા અને લોકેશન ટ્રૅક કરવા માટે રચાયેલા સ્પાયવેરનું એક સ્વરૂપ હતું.



મહિલાએ લશ્કરી હિલચાલ, સૈનિકોની તહેનાતી, ફોટોગ્રાફ્સ, વિડિયો અને અન્ય સંવેદનશીલ સામગ્રી માગતાં પહેલાં ચૅટ અને વિડિયો-કૉલ દ્વારા સંપર્ક સ્થાપિત કર્યો હતો. તપાસ-અધિકારીઓનો આરોપ છે કે વિંગ કમાન્ડરે ડિજિટલ કમ્યુનિકેશન ચૅનલો દ્વારા તેની સાથે સંવેદનશીલ દસ્તાવેજો અને ડેટા શૅર કર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2026 02:34 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK