જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લાના ઊંડા જંગલ વિસ્તારમાં શુક્રવારે ભારતીય સેના અને પોલીસ દ્વારા હાથ ધરાયેલા સંયુક્ત ઑપરેશનમાં એક આતંકવાદી ઠાર મરાયો હતો. સતર્ક જવાનોએ શંકાસ્પદ હિલચાલ જોતાં આતંકીઓને પડકાર્યા હતા.
પ્રતીકાત્મક તસવીર
જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લાના ઊંડા જંગલ વિસ્તારમાં શુક્રવારે ભારતીય સેના અને પોલીસ દ્વારા હાથ ધરાયેલા સંયુક્ત ઑપરેશનમાં એક આતંકવાદી ઠાર મરાયો હતો. સતર્ક જવાનોએ શંકાસ્પદ હિલચાલ જોતાં આતંકીઓને પડકાર્યા હતા. એના જવાબમાં આતંકીઓ તરફથી અંધાધૂંધ ગોળીબાર શરૂ થયો હતો. સુરક્ષા-દળોએ વળતો આક્રમક જવાબ આપતાં એક આતંકીને ઠાર માર્યો હતો. ઘટનાસ્થળ પરથી એક AK રાઇફલ પણ જપ્ત કરી છે.
