ઉત્તર સિક્કિમના લાચેન અને ચુંગથાંગની વચ્ચેના રોડ પર ભૂસ્ખલન અને એક પુલ ધરાશાયી થઈ ગયો હોવાથી સેંકડો પર્યટકો ફસાઈ ગયા હતા
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર સિક્કિમના લાચેન અને ચુંગથાંગની વચ્ચેના રોડ પર ભૂસ્ખલન અને એક પુલ ધરાશાયી થઈ ગયો હોવાથી સેંકડો પર્યટકો ફસાઈ ગયા હતા. ખરાબ મોસમ અને ભારે બરફવર્ષાની વચ્ચે લગભગ ૪૮ કલાકથી ફસાયેલા પર્યટકોને કાઢવા માટે ભારતીય સેનાએ ઑપરેશન હિમ સેતુ શરૂ કર્યું હતું. ભારતીય સેનાની ત્રિશક્તિ કોર પાંખે કેટલાક રોડ પરથી મહત્ત્વના ઘાટને સાફ કરીને વૈકલ્પિક રસ્તો સક્રિય કરવામાં સફળતા મેળવી હતી. એનાથી સેનાએ દુર્ગમ પહાડી વિસ્તારોમાં ફસાયેલા કુલ ૧૩૨૧ પર્યટકોને રેસ્ક્યુ કર્યા હતા. આ બચાવકાર્યમાં ૩૨ હળવાં વાહનો અને ૧૦ મોટરસાઇકલોને પણ બહાર કાઢી હતી. બરફથી ઢંકાયેલા રોડ પર ફસાયેલાં વાહનોને ખેંચીને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યાં હતાં. હજી લાચેન ક્ષેત્રના અંતરિયાળ વિસ્તારોમાં કેટલાક પર્યટકો ફસાયેલા હોવાનું અનુમાન છે.
