Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસ બદલ ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને થઈ ૨૪ વર્ષની સજા

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસ બદલ ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને થઈ ૨૪ વર્ષની સજા

Published : 15 February, 2026 01:19 PM | IST | United States Of America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નિખિલ ગુપ્તા ૫૪ વર્ષનો છે અને કેટલાક લોકો એને ભારત સરકારનો કર્મચારી કહે છે, પરંતુ તે ખરેખર ભારત સરકારનો કર્મચારી નથી

નિખિલ ગુપ્તા

નિખિલ ગુપ્તા


ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું ષડ્યંત્ર રચવાના કેસમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને ૨૪ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. શુક્રવારે અમેરિકામાં ન્યુ યૉર્કની કોર્ટમાં નિખિલ ગુપ્તાએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. 

ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને નિખિલ ગુપ્તાએ ગુનો કબૂલ્યો હોવાની જાણકારી આપી હતી. FBIના કહેવા મુજબ આ ષડ્યંત્ર એક અમેરિકન નાગરિકની હત્યા માટે રચવામાં આવ્યું હતું, જેને અમેરિકન એજન્સીઓએ સમય રહેતાં નાકામ કરી દીધું હતું. અમેરિકન ઍટર્ની ઑફિસના નિવેદન મુજબ નિખિલ ગુપ્તા ઉર્ફે ‘નિક’એ તેના પર લગાવવામાં આવેલા ત્રણેય આરોપોનો સ્વીકાર કર્યો છે. આ ૩ આરોપો છે મર્ડર ફૉર હાયર, મર્ડર ફૉર હાયરનું ષડ્યંત્ર અને મની-લૉન્ડરિંગ. આ ગુના બદલ મે મહિનામાં નિખિલ ગુપ્તાને ૨૪ વર્ષની જેલની સજા થશે. 



પન્નુની હત્યાના ષડ્યંત્રના આરોપસર નિખિલની ૨૦૨૩ની ૩૦ જૂને ચેક રિપબ્લિક પોલીસે ધરપકડ કરી હતી અને ૨૦૨૪ની ૧૪ જૂને તેને અમેરિકાને સોંપી દેવામાં આવ્યો હતો. નિખિલ પર અમેરિકામાં કેસ ચલાવવામાં આવ્યો હતો. ત્યાં તેણે ખુદ નિર્દોષ હોવાનું રટણ કર્યું હતું. અમેરિકાની એજન્સીઓના કહેવા મુજબ ભારતના એક ભૂતપૂર્વ અધિકારી વિકાસ યાદવે નિખિલને પન્નુની હત્યા માટે કહ્યું હતું. અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે દાવો કર્યો હતો કે ભારતીય સરકારના એક કર્મચારીએ નિખિલ ગુપ્તાને પન્નુની હત્યા માટે એક હિટમૅનની વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. 


કોણ છે નિખિલ ગુપ્તા?

નિખિલ ગુપ્તા ૫૪ વર્ષનો છે અને કેટલાક લોકો એને ભારત સરકારનો કર્મચારી કહે છે, પરંતુ તે ખરેખર ભારત સરકારનો કર્મચારી નથી. તેણે પોતાને નશીલાં દ્રવ્યો અને હથિયારોનો ઇન્ટરનૅશનલ ડીલર ગણાવ્યો હતો. તેનો ખાસ માણસ છે વિકાસ યાદવ. તે પણ આ કેસમાં આરોપી છે. વિકાસ પર આરોપ છે કે તે ભારતની વિદેશી ખુફિયા સર્વિસ રિસર્ચ ઍન્ડ ઍનૅલિસિસ વિંગમાં કામ કરે છે. 


Whatsapp-channel Whatsapp-channel

15 February, 2026 01:19 PM IST | United States Of America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK