Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અભિજિત દીપકેનાં દાદીના મૃત્યુના સમાચાર પર થયું જબરું રાજકારણ

અભિજિત દીપકેનાં દાદીના મૃત્યુના સમાચાર પર થયું જબરું રાજકારણ

Published : 12 October, 2026 12:01 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હી પોલીસે અભિજિતને દાદીના મૃત્યુના સમાચાર આપીને અંતિમ સંસ્કારમાં જવા મદદ કરવાની ઑફર કરેલી. જોકે તેણે એ ઠુકરાવી દીધી અને વળતો આરોપ મૂકીને કહ્યું કે પોલીસ રાતે ૩.૩૦ વાગ્યે મારા પિતાને પરેશાન કરવા માગતી હતી

દિલ્હી પોલીસે જાહેર કરેલા વિડિયોનો સ્ક્રીન-શૉટ.

દિલ્હી પોલીસે જાહેર કરેલા વિડિયોનો સ્ક્રીન-શૉટ.


દિલ્હીમાં પ્રોટેસ્ટ પહેલાં જ કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના ફાઉન્ડર અભિજિત દીપકેનાં દાદીના મૃત્યુના સમાચારને લઈને દીપકે પરિવાર અને દિલ્હી પોલીસ વચ્ચે વિવાદ ઘેરો બન્યો હતો. પોલીસનું કહેવું હતું કે મોડી રાતે અભિજિત દીપકેને તેનાં દાદીના મૃત્યુના સમાચાર મળ્યા હતા. જોકે ગઈ કાલે સવારે અભિજિત દીપકેનાં મમ્મીએ ઇમોશનલ દાવ રમ્યો હતો કે પોલીસની અટકમાં હોવાથી અભિજિત દાદીના અંતિમ સંસ્કારમાં સામેલ ન થઈ શક્યો. બીજી તરફ પોલીસ અટકાયતમાંથી છૂટ્યા પછી અભિજિત દીપકેએ પણ દિલ્હી પોલીસ પર આરોપ મઢ્યો હતો. જોકે દિલ્હી પોલીસે ગઈ કાલે સાંજે આ બન્નેના આરોપોને રદિયો આપતો એક વિડિયો જાહેર કર્યો હતો. એમાં અભિજિત દીપકેને અટકાયત દરમ્યાન દાદીના મૃત્યુના સમાચાર આપવામાં આવ્યા હતા. ૧ મિનિટ અને ૪૫ સેકન્ડના વિડિયોમાં જોઈ શકાય છે કે અભિજિત ખુરસી પર બેઠો છે અને તેને જ્યારે દાદીના મૃત્યુના સમાચાર આપવામાં આવે છે ત્યારે તે માથા પર હાથ રાખી દે છે. પોલીસ તેને પાણીની બૉટલ ઑફર કરે છે પણ તે લેતો નથી. પોલીસ પૂછે છે, દાદીના અંતિમ સંસ્કારમાં જવા માટે અમે વ્યવસ્થા કરી શકીએ છીએ પણ અભિજિત એ પ્રસ્તાવની ના પાડી દે છે. પોલીસ ફરી પૂછે છે, ‘સર, તમે શું વિચાર્યું? અંતિમ સંસ્કારમાં જવું હોય તો જે પણ ટ્રાન્સપોર્ટ થઈ શકે બસ, ટ્રેન કે ફ્લાઇટ, અમે અરેન્જ કરાવી દઈશું.’ બેથી ત્રણ વાર અલગ-અલગ રીતે પૂછવા છતાં અભિજિત જવાનો પ્રસ્તાવ ઠુકરાવી દે છે. એ પછી પણ પોલીસ કહે છે ‘તમારું મન બદલાય તો અમને કહી દેજો.’
અભિજિત દીપકેએ રચેલા ઇમોશનલ બ્લૅકમેઇલિંગની હકીકત પોલીસના વિડિયોમાં સ્પષ્ટ થઈ જતાં તેણે ફરી બીજો ઇમોશનલ આરોપ મૂક્યો હતો. ગઈ કાલે નાગપુર પહોંચ્યા પછી તેણે સોશ્યલ મીડિયા પર કહ્યું હતું, ‘મેં પોલીસને કહેલું કે ગામમાં રહેતા મારા કઝિનને ફોન કરવા માટે મને બે મિનિટ મોબાઇલ આપે, પણ તેમણે ના પાડી દીધી. મારાં દાદીનું નિધન થયું હતું અને મારાં માતા-પિતા પહેલેથી જ આઘાતમાં હતાં. એ પછી પણ દિલ્હી પોલીસે મને રાતે ૩.૩૦ વાગ્યે પપ્પાને ફોન કરીને મારી ધરપકડના સમાચાર આપવાનું કહીને જણાવવા કહ્યું હતું કે હું લાંબા સમય માટે જેલ જઈ શકું એમ છું એવું પપ્પાને કહું. તેમનામાં જરાય માનવતા નથી. ખાખી વરદીમાં તેઓ ગુંડા છે.’


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2026 12:01 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK