iPhone News: રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમ કેનાલમાં પીડિતાના મૃતદેહને શોધવાનો પ્રયાસ કરી રહી છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઍપલે હમણાં જ આઇફોનની 16 અને 16 પ્રો મૅક્સ સિરીઝ લૉન્ચ કરી છે. લોકોને આઇફોનનું (iPhone News) એટલુંબધું વળગણ છે કે નવો આઇફોન લેવા લાખો લોકો લાંબી-લાંબી લાઇનમાં ઊભા રહ્યા હતા. આ ફોનની કિંમત ૮૦ હજારથી દોઢ લાખ રૂપિયા સુધીની છે એટલે સામાન્ય માણસને તો સપનામાં પણ આઇફોન 16 મોંઘો પડે. ભારતમાં આઇફોનનો કેવો ક્રેઝ છે તે તો તમને ખબર જ હશે. આઇફોન લેવા માટે લોકો ઘેલા થઈને વિચિત્ર પ્રકારના અખતરા કરે છે, જોકે હાલમાં આઇફોન માટે એક વ્યક્તિએ ખૂન કર્યું હોવાની ઘટના મધ્ય પ્રદેશના લખનઉમાં બની છે. આ ઘટનામાં બન્યું એવું કે એકે ફ્લિપકાર્ટ પરથી આઇફોન ઓર્ડર કર્યો અને જ્યારે એક ડિલિવરી બૉય આ પાર્સલ આપવા આવ્યો ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી.
લખનઉમાં આઇફોન ડિલિવરી કરવા પહોંચેલા 30 વર્ષના ફ્લિપકાર્ટ ડિલિવરી બૉયને (iPhone News) બે લોકોએ માર માર્યો હતો. આ ઘટના ત્યારે સામે આવી હતી જ્યારે 23 સપ્ટેમ્બર 2024 ના રોજ બની હતી જ્યારે ડિલિવરી બૉયની કથિત રીતે હત્યા કરીને તેના મૃતદેહને ઈન્દિરા કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હતો. જ્યારે સાહુ બે દિવસ સુધી ઘરે પરત ન ફર્યો ત્યારે તેના પરિવારે 25 સપ્ટેમ્બરે ચિનહાટ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ડેપ્યુટી પોલીસ કમિશનર શશાંક સિંહે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે "23 સપ્ટેમ્બરના રોજ, નિશાતગંજનો ડિલિવરી બોય, ભરત સાહુ તેની જગ્યાએ ફોનની ડિલિવરી કરવા ગયો હતો જ્યાં તેની ગજાનન અને તેના સાથી દ્વારા હત્યા કરવામાં આવી હતી. સાહુનું ગળું દબાવીને તેની લાશને કોથળાની અંદર મૂકી દીધી હતી અને તે બાદ તેને ઈન્દિરા કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી.
ADVERTISEMENT
રિપોર્ટ અનુસાર, બે આરોપીઓમાંથી એકે તાજેતરમાં જ વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટ પાસેથી રૂ. 1.5 લાખની કિંમતનો એપલ આઇફોન મગાવ્યો હતો. તેણે કેશ ઓન ડિલિવરી (CoD) ઓર્ડર હતો. જ્યારે ડિલિવરી બોય સાહુએ પ્રોડક્ટની ડિલિવરી (iPhone News) સ્થળે પહોંચ્યો ત્યારે કથિત રીતે બન્નેએ તેની હત્યા કરી નાખી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મૃતદેહને ઈન્દિરા કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હતો. તેને શોધવા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમને બોલાવવામાં આવી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, "રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમ કેનાલમાં પીડિતાના મૃતદેહને શોધવાનો પ્રયાસ કરી રહી છે." આખરે સાહુના પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ (iPhone News) દાખલ કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન પોલીસે ગજાનનનો નંબર શોધી કાઢ્યો અને તેના આકાશ નામના મિત્ર સુધી પહોંચવામાં સફળ રહી. ડીસીપી અધિકારીએ જણાવ્યું કે પૂછપરછ દરમિયાન આકાશે ગુનો કબૂલી લીધો. પોલીસ હજુ સુધી મૃતદેહ શોધી શકી નથી અને હવે આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે, એમ પણ પોલીસ અધિકારીએ કહ્યું હતું.