Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જિયો પ્લૅટફૉર્મ્સનો વર્લ્ડ રેકૉર્ડઃ એક કરોડથી વધારે ઍપ્લિકેશન મેળવનારો દુનિયાનો પહેલો IPO

જિયો પ્લૅટફૉર્મ્સનો વર્લ્ડ રેકૉર્ડઃ એક કરોડથી વધારે ઍપ્લિકેશન મેળવનારો દુનિયાનો પહેલો IPO

Published : 24 October, 2026 07:28 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બજાજ હાઉસિંગ ફાઇનૅન્સ અને ભારત કોકિંગ કોલ લિમિટેડના IPOને ૯૦-૯૦ લાખ અરજીઓ મળી હતી.

ઈશા અંબાણી અને આકાશ અંબાણી

ઈશા અંબાણી અને આકાશ અંબાણી


જિયો પ્લૅટફૉર્મ્સ લિમિટેડના ૩૦,૨૧૩ કરોડ રૂપિયાના ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગે (IPO) એક કરોડથી વધુ અરજીઓ સાથે એક નવો વૈશ્વિક માપદંડ સ્થાપિત કર્યો છે. એક કરોડથી વધુ અરજી મેળવનારો આ દુનિયાનો પહેલો IPO બની ગયો છે. આ ભારતીય રોકાણકારોના વધતા ઉત્સાહને દર્શાવે છે. આ સિદ્ધિ મુકેશ અંબાણીના વિઝન અને ધીરુભાઈ અંબાણીના વારસામાં એક વધુ મહત્ત્વપૂર્ણ સીમાચિહ્‍‍ન સમાન છે. આ પહેલાં વારી એનર્જીઝના IPOને ૩ દિવસના બિડિંગ વખતે ૯૭ લાખ અરજીઓ મળી હતી. બજાજ હાઉસિંગ ફાઇનૅન્સ અને ભારત કોકિંગ કોલ લિમિટેડના IPOને ૯૦-૯૦ લાખ અરજીઓ મળી હતી.

આકાશ અને ઈશા અંબાણીને બર્થ-ડે ગિફ્ટ



ગઈ કાલે ૨૩ ઑક્ટોબરે મુકેશ અંબાણીનાં ટ્વિન્સ આકાશ અંબાણી અને ઈશા અંબાણીનો જન્મદિવસ હતો અને ગઈ કાલે જિયો પ્લૅટફૉર્મ્સના IPOનો છેલ્લો દિવસ હતો. પરિણામે આ IPOને મળેલા જબરદસ્ત પ્રતિસાદને પગલે સોશ્યલ મીડિયામાં એવી ચર્ચા હતી કે જિયોનો ઐતિહાસિક IPO અને રોકાણકારોનો જબરદસ્ત પ્રતિસાદ આકાશ અને ઈશા અંબાણી માટે જન્મદિવસની ગિફ્ટ છે.


Whatsapp-channel Whatsapp-channel

24 October, 2026 07:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK