Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કર્ણાટકમાં વિધાનસભ્યની દીકરીએ મંદિરમાં મહિલા પોલીસને મારી દીધી થપ્પડ

કર્ણાટકમાં વિધાનસભ્યની દીકરીએ મંદિરમાં મહિલા પોલીસને મારી દીધી થપ્પડ

Published : 26 August, 2026 02:39 PM | IST | karnataka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઘટના પર પ્રતિક્રિયા આપતાં વિધાનસભ્ય બી. સુરેશ ગૌડાએ તેમની પુત્રીના કથિત વર્તન બદલ માફી માગી હતી.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


કર્ણાટકના માંડ્યા જિલ્લામાં એક મંદિરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય બી. સુરેશ ગૌડાની પુત્રી ઐશ્વર્યાએ મંદિરમાં ફરજ બજાવી રહેલી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સવિતા પાટીલને થપ્પડ મારી હતી અને આની સામે મહિલા અધિકારીએ પણ વળતો પ્રહાર કર્યો હતો.

આ ઘટના ૧૨ ઑગસ્ટે શ્રીરંગપટ્ટણના આરતી ઉક્કડ મંદિરમાં ભીમ અમાવસ્યા ઉજવણી દરમ્યાન બની હતી. મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ વિશે બેઉ વચ્ચે વિવાદ શરૂ થયો હતો. શરૂઆતમાં ઐશ્વર્યા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સવિતા પાટીલ સાથે દલીલ કરતી જોવા મળે છે. પોલીસ અધિકારીને કથિત રીતે થપ્પડ મારતાં પહેલાં ઐશ્વર્યા ફોન પર વાત કરતી જોવા મળે છે. ત્યાર બાદ સવિતા પાટીલ તેને સામી થપ્પડ મારતી દેખાય છે. એ પછી મંદિરમાં હાજર લોકો દરમ્યાનગીરી કરે છે અને બન્નેને અલગ કરે છે.



આ ઘટના બાદ માંડ્યા મહિલા પોલીસ-સ્ટેશન સાથે જોડાયેલી સવિતા પાટીલે ક્યાથનહલ્લી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ઐશ્વર્યાને ગર્ભગૃહમાં તાત્કાલિક પ્રવેશ આપવામાં ન આવતાં તે નારાજ થઈ ગઈ હતી.  


આ ઘટના પર પ્રતિક્રિયા આપતાં વિધાનસભ્ય બી. સુરેશ ગૌડાએ તેમની પુત્રીના કથિત વર્તન બદલ માફી માગી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

26 August, 2026 02:39 PM IST | karnataka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK