Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઍરપોર્ટની સુરક્ષા માટે કિરીટ સોમૈયા આક્રમક: ગેરકાયદે મસ્જિદ સામે જેલભરો સત્યાગ્રહ

ઍરપોર્ટની સુરક્ષા માટે કિરીટ સોમૈયા આક્રમક: ગેરકાયદે મસ્જિદ સામે જેલભરો સત્યાગ્રહ

Published : 25 October, 2026 02:21 PM | Modified : 25 October, 2026 02:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતા તથા ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ ટર્મિનલ ટૂ (T2) પાસેની ગેરકાયદે મસ્જિદ અને અન્ય ગેરકાયદે બાંધકામો હટાવવા માટે ગઈ કાલે આંદોલન કર્યું હતું.

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના ટર્મિનલ ટૂ ખાતે આંદોલન દરમ્યાન પોલીસ-વૅનમાં લઈ જવામાં આવતા કિરીટ સોમૈયા અને અન્ય આંદોલનકારીઓ. તસવીર સૈયદ સમીર અબેદી

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના ટર્મિનલ ટૂ ખાતે આંદોલન દરમ્યાન પોલીસ-વૅનમાં લઈ જવામાં આવતા કિરીટ સોમૈયા અને અન્ય આંદોલનકારીઓ. તસવીર સૈયદ સમીર અબેદી


ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતા તથા ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ ટર્મિનલ ટૂ (T2) પાસેની ગેરકાયદે મસ્જિદ અને અન્ય ગેરકાયદે બાંધકામો હટાવવા માટે ગઈ કાલે આંદોલન કર્યું હતું. મુંબઈ પોલીસે આંદોલન કરી રહેલા કિરીટ સોમૈયા તથા અન્ય આંદોલનકારીઓની અટક કરી હતી.

ઉદ્ધવ, કૉન્ગ્રેસ, NCP-SP, AIMIM મસ્જિદ બચાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે



કિરીટ સોમૈયાનું કહેવું છે કે ‘મસ્જિદ ગેરકાયદે છે અને આ વિશે ખોટો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે આ મામલો કોર્ટમાં છે. કોઈ પણ આ મામલે કોર્ટમાં ગયું નથી અને મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) સહિત બધી જ સંબંધિત સરકારી એજન્સીઓએ મસ્જિદને ગેરકાયદે જાહેર કરી છે. કૉન્ગ્રેસ, શિવસેના (UBT)ના ઉદ્ધવ ઠાકરે, ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના નેતા વારિસ પઠાણ, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના શરદ પવાર મુસ્લિમોને રાજી રાખવા માટે મસ્જિદ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.’


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2026 02:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK