આખી રાત ચાલેલા આ અભિયાન પછી હવે યાત્રાની અવરજવર આંશિક અવરોધ સાથે ફરીથી શરૂ થઈ ગઈ હતી.
કેદારનાથ
ઉત્તરાખંડમાં કેદારનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓનો ધસારો ચરમસીમાએ છે અને લાખો લોકો દર્શન માટે જઈ રહ્યા છે. એવામાં મંગળવારે રાતે કેદારનાથ માર્ગ પર રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલન થતાં અફરાતફરી મચી ગઈ હતી. ૧૯ મેએ સોનપ્રયાગ-ગૌરીકુંડના વચ્ચેના મુનકટિયા વિસ્તારમાં અચાનક ભૂસ્ખલન થયું હતું. એને કારણે કેદારનાથના યાત્રીઓના માર્ગમાં અવરોધ આવ્યો હતો. રાતે લગભગ સાડાનવ વાગ્યે આ ઘટનાની જાણ રેસ્ક્યુ દળોને કરવામાં આવી હતી. એ પછી તરત જ સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF) અને નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ની ટીમો પહોંચી ગઈ હતી. બન્ને ટીમોએ સંયુક્ત રીતે ઑપરેશન હાથ ધરીને ભૂસ્ખલનને કારણે થયેલું ડૅમેજ દૂર કરીને બીજી તરફ ફસાયેલા ૧૦,૪૫૦ શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે રસ્તો પાર કરાવ્યો હતો. આખી રાત ચાલેલા આ અભિયાન પછી હવે યાત્રાની અવરજવર આંશિક અવરોધ સાથે ફરીથી શરૂ થઈ ગઈ હતી.
