Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ધતૂરાનું ઑનલાઇન વેચાણ કરવા બદલ કર્ણાટકમાં ઍમૅઝૉન, સ્વિગી ઇન્સ્ટામાર્ટ અને બિગ બાસ્કેટનાં લાઇસન્સ સસ્પેન્ડ

ધતૂરાનું ઑનલાઇન વેચાણ કરવા બદલ કર્ણાટકમાં ઍમૅઝૉન, સ્વિગી ઇન્સ્ટામાર્ટ અને બિગ બાસ્કેટનાં લાઇસન્સ સસ્પેન્ડ

Published : 26 August, 2026 02:46 PM | IST | karnataka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ધતૂરો ઝેરી છે અને એનું સેવન માનવ-સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઊભો કરી શકે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કર્ણાટક સરકારના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ ઝેરી ધતૂરાનાં ફળ અને બીના ઑનલાઇન વેચાણ માટે ઍમૅઝૉન, સ્વિગી ઇન્સ્ટામાર્ટ અને બિગ બાસ્કેટનાં ફૂડ-લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યાં છે. આ ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ પર ધતૂરાનાં ઉત્પાદનોના ઑનલાઇન લિસ્ટિંગ અને વેચાણની તપાસનો આદેશ પણ આપવામાં આવ્યો છે. કેટલાક કિસ્સાઓમાં ધતૂરાનાં ફળ અને બી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) લાઇસન્સ અથવા રજિસ્ટ્રેશન-નંબરો સાથે ખાદ્ય ઉત્પાદનો તરીકે વેચાણ માટે પ્રદર્શિત કરવામાં આવી રહ્યાં હતાં.

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ધતૂરો ઝેરી છે અને અેનું સેવન માનવ-સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઊભો કરી શકે છે. સુનાવણી દરમ્યાન અૅમૅઝૉન દ્વારા કોઈ જવાબ દાખલ કરવામાં આવ્યો નહોતો. સ્વિગી ઇન્સ્ટામાર્ટે નોટિસ પર અેની કાર્યવાહી સંબંધિત દસ્તાવેજો સબમિટ કરવા માટે વધારાનો સમય માગ્યો હતો. બિગ બાસ્કેટે જણાવ્યું હતું કે એણે ધતૂરાના ફળનું વેચાણ બંધ કરી દીધું છે અને ભવિષ્યમાં લેબલ પર સ્પષ્ટપણે માનવ-વપરાશ માટે નહીં એવું ખાસ લખશે. એમૅઝૉન, સ્વિગી ઇન્સ્ટામાર્ટ અને બિગ બાસ્કેટનાં ફૂડ-લાઇસન્સ પણ આગામી આદેશો સુધી અસ્થાયીરૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. 


Whatsapp-channel Whatsapp-channel

26 August, 2026 02:46 PM IST | karnataka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK