Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ખડગેની વાહિયાત વાણી

ખડગેની વાહિયાત વાણી

Published : 26 October, 2026 02:50 PM | IST | Bihar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિહારમાં પાર્ટીની એક બેઠકમાં કૉન્ગ્રેસના જ કાર્યકરે કહ્યું, મોદી આવી રીતે જવાના નથી ત્યારે ભડકીને મલ્લિકાર્જુન ખડગે બોલી ઊઠ્યા, મોદી ક્યા, મોદી કા બાપ ભી જાએગા

મલ્લિકાર્જુન ખડગે

મલ્લિકાર્જુન ખડગે


બિહારના પટનામાં કૉન્ગ્રેસના એક કાર્યક્રમમાં કૉન્ગ્રેસ-અધ્યક્ષની ભડકાઉ ટિપ્પણથી હંગામો મચી ગયો હતો. ક્યારેક નરેન્દ્ર મોદીને ‘મોતના સોદાગર’ તો ક્યારેક ‘ચાયવાલા’ કહીને તેમની ગરીબાઈનો ઉપહાસ કરનારા કૉન્ગ્રેસ-પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની જીભ બાપુ ઑડિટોરિયમમાં મોદી સરકાર અને એની નીતિઓ વિરુદ્ધ બોલતી વખતે ફરીથી લપસી હતી. વાત એટલી જ હતી કે તેમના ભાષણ વચ્ચે કૉન્ગ્રેસનો જ એક માણસ ઊભો થયો અને બોલ્યો કે ‘મોદી આ રીતે જવાના નથી. જ્યાં સુધી દેશમાં બળવો નહીં થાય ત્યાં સુધી મોદી સરકાર હટશે નહીં.’

આના પગલે મલ્લિકાર્જુન ખડગેએ ગુસ્સામાં જવાબ આપ્યો હતો કે ‘મોદી ક્યા, ઉસકા બાપ ભી જાએગા.’ (માત્ર મોદી જ નહીં, તેમના પિતા પણ જશે.) તેમણે આ વાક્યનું ૩ વાર પુનરાવર્તન કર્યું હતું.



મલ્લિકાર્જુન એટલા ભડકીને બોલી રહ્યા હતા કે ‘મોદી જવાના નથી’ એવું બોલનારા પોતાના જ સંગઠનના માણસ સાથે બીજા લોકોએ  હાથાપાઈ પર ઊતરી આવ્યા હતા. 


મલ્લિકાર્જુન ખડગે પટનામાં બિહારના પ્રથમ મુખ્ય પ્રધાન ડૉ. શ્રીકૃષ્ણ સિંહની ૧૩૯મી જન્મજયંતી ઉજવણીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

ખડગેની ભાષા ગુંડા જેવી : BJP


આ મુદ્દે BJPએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર મલ્લિકાર્જુન ખડગેનો વિડિયો શૅર કર્યો હતો અને લખ્યું હતું કે ‘કૉન્ગ્રેસ-પ્રમુખ એ જ ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે જે એક સમયે ગુંડાઓ અને મવાલીઓ સાથે સંકળાયેલી હતી. આ કોઈ રાજકીય પક્ષ નહીં પણ માફિયા ગૅન્ગ લાગે છે.’

કૉન્ગ્રેસ અધ્યક્ષે પટનામાં મોદીજીના પિતાજી વિશે અભદ્ર ટિપ્પણી કરીને બધી મર્યાદાઓ તાર-તાર કરી દીધી છે. - અમિત શાહ, ગૃહપ્રધાન

Whatsapp-channel Whatsapp-channel

26 October, 2026 02:50 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK