Meerut News: લગ્નના દિવસે જ યુવતી એક સંબંધી સાથે બ્યુટી પાર્લરમાં ગઈ હતી. અને ત્યાંથી તે પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી.
પ્રતીકાત્મક તસવીર
Meerut News: ઉત્તરપ્રદેશના મેરઠમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. વાત લગ્નની છે. પણ આ લગ્ન યોજાય એ પહેલાં તો કૈંક એવી વિચિત્ર ઘટનાઓ બની ગઈ કે જે ચર્ચાનો વિષય બની ગઈ.
ઉત્તર પ્રદેશના મેરઠમાં એક યુવતીના લગ્ન યોજાયા હતા. પણ, લગ્નના દિવસે જ તે પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. યુવતીના પરિવારજનોના માથે જાણે મોટું સંકટ તૂટી ન પડ્યું હોય! હવે લગ્નના દિવસે જ આ કાંડ થયો એટલે યુવતીના જે યુવક જોડે લગ્ન થવાના હતા તેના પરિવારજનોને શું જવાબ આપવો એની વિટંબણામાં મુકાયા. ત્યાં આખી વાતનો ટ્વિસ્ટ તો ત્યાં આવ્યો જ્યારે યુવતીના પરિવારે યુવકના પરિવારને એમ કહી દીધું કે અમારી દીકરીનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. આ વાત સાંભળતાં જ યુવક અને તેની માતાને તો તમ્મર જ આવી ગયા. બંનેની તબિયત લથડી ગઈ અને બંનેને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં.
ADVERTISEMENT
Meerut News: એકબાજુ લગ્ન માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. એકબાજુ મંડપ રોપાઈ ગયો હતો. મહેમાનોથી ઘર ગુંજવા લાગ્યું હતું. હજી તો બાકીના મહેમાનો ૧૪મી એપ્રિલે યોજાયેલા લગ્નમાં સહભાગી થવાના હતા.
ત્યાં બન્યું એવું કે પેલી યુવતી એક સંબંધી સાથે બ્યુટી પાર્લરમાં ગઈ હતી. અને ત્યાંથી તે પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. એકબાજુ લગ્નનો દિવસ આવી ચડયો હતો અને દીકરી ઘરે ન આવતાં પરિવાર તેને શોધવા લાગ્યો હતો. પણ, કોઇકે તેઓને માહિતી આપી દીધી હતી કે તમારી દીકરી તેના પ્રેમી જોડે ભાગી ગઈ છે. બસ, પછી તો શું? કન્યાના પરિવારે થનારા વરરાજાના પરિવારને જણાવ્યું કે અમારી દીકરી બ્યુટી પાર્લર જય રહી હતી ત્યારે માર્ગમાં તેને કાર અકસ્માત નડતાં તેનું મોત થયું છે.
આવો કારમો આઘાત ન ઝીલી શકતાં વરરાજા બીમાર પડ્યો. પણ, જ્યારે વરરાજાનો પરિવાર પેલી કન્યાના ઘરે પહોંચ્યો ત્યારે સત્ય સામે આવ્યું. ત્યારબાદ તરત જ યુવતીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, (Meerut News) જેમાં બે યુવાનો-એક બાગપતનો અને તેના સાથી પર-તેમની પુત્રીનું અપહરણ કરવાનો આરોપ મૂક્યો હતો.
યુવતીના પિતાએ પોલીસમાં જે ફરિયાદ નોંધાવી હતી તે અનુસાર કોઈ પુરુષો તેમની દીકરીને તે દિવસે બપોરે બાઇક પર આવીને લાલચ આપીને દૂર લઈ ગયા હતા. જે યુવક તેમની દીકરીને લઈને ભાગી ગયો હતો તે વ્યસની હોવાની ચિંતા પણ તે લોકોએ દાખવી. આમ, છોકરીની સલામતી માટે આ પરિવારે પોલીસમાં ચિંતા વ્યક્ત કરી હતી.
હાલમાં પોલીસ અધિકારીઓએ આ મામલે કેસ (Meerut News) દાખલ કર્યો છે. ગુમ થયેલી કન્યા અને બે યુવાનોને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

