આ પહેલાં એકાગ્રહને વચગાળાના ડિવિડન્ડ્સ તરીકે ૭.૩૫ કરોડ રૂપિયા મળ્યા હતા.
નારાયણ મૂર્તિ
ઇન્ફોસિસ કંપનીના સ્થાપક નારાયણ મૂર્તિના ૧૭ મહિનાના પૌત્ર એકાગ્રહ રોહન મૂર્તિને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે કુલ ૧૦.૬૫ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ મળશે. ગુરુવારે ઇન્ફોસિસ કંપનીએ ગયા ફાઇનૅન્શ્યલ વર્ષ માટેનું ફાઇનલ ડિવિડન્ડ પ્રતિ શૅર બાવીસ રૂપિયા જાહેર કરતાં એકાગ્રહને ૩.૩ કરોડ રૂપિયા મળશે. આ પહેલાં એકાગ્રહને વચગાળાના ડિવિડન્ડ્સ તરીકે ૭.૩૫ કરોડ રૂપિયા મળ્યા હતા.
નારાયણ મૂર્તિના દીકરા રોહનના પુત્ર એકાગ્રહનો જન્મ નવેમ્બર ૨૦૨૩માં બૅન્ગલોરમાં થયો હતો. તે ચાર મહિનાનો હતો ત્યારે નારાયણ મૂર્તિએ તેને માર્ચ ૨૦૨૪માં ૨૪૦ કરોડ રૂપિયાની કિંમતના ઇન્ફોસિસ કંપનીના ૧૫ લાખ શૅર ગિફ્ટ આપ્યા હતા. ઇન્ફોસિસના કુલ શૅરમાં આ હિસ્સો ૦.૦૪ ટકા છે. આમ તે ભારતનો યંગેસ્ટ બિલ્યનેર બન્યો છે.
ADVERTISEMENT
નારાયણ મૂર્તિની દીકરી અક્ષતા મૂર્તિને ૮૫.૭૧ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ મળશે. તે બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન રિશી સુનકનાં પત્ની છે. નારાયણ મૂર્તિને ૩૩.૩ કરોડ રૂપિયા અને તેમનાં પત્ની સુધા મૂર્તિને ૭૬ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ મળશે.


