Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > PUC સર્ટિફિકેટના નવા નિયમો આવશે, કોઈએ દર ૩ મહિને અને કોઈએ દર ૩ વર્ષે કઢાવવું પડશે

PUC સર્ટિફિકેટના નવા નિયમો આવશે, કોઈએ દર ૩ મહિને અને કોઈએ દર ૩ વર્ષે કઢાવવું પડશે

Published : 29 July, 2026 07:38 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૬ વર્ષ જૂનાં ભારત સ્ટેજ નૉર્મ્સ BS6 (BS-VI) પ્રાઇવેટ વાહનો માટે આ પ્રસ્તાવ છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દેશના કરોડો મોટરિસ્ટો માટે સારા સમાચાર છે. તેમને દર વર્ષે કઢાવવું પડતું પૉલ્યુશન અન્ડર કન્ટ્રોલ (PUC) સર્ટિફિકેટ દર ૩ વર્ષે કઢાવવાની સુવિધા મળે એવો પ્રસ્તાવ છે. ૬ વર્ષ જૂનાં ભારત સ્ટેજ નૉર્મ્સ BS6 (BS-VI) પ્રાઇવેટ વાહનો માટે આ પ્રસ્તાવ છે. કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવે મંત્રાલયે આ માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે અને એના નિયમોમાં બદલાવ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. 

આ પ્રસ્તાવ અનુસાર ૬ વર્ષ જૂનાં વાહનોને દર ૩ વર્ષે, છથી ૧૦ વર્ષ જૂનાં વાહનોને દર વર્ષે અને ૧૦ વર્ષથી વધુ જૂનાં વાહનોને દર ૬ મહિને અને BS-I, BS-II અને BS-III વાહનો માટે દર ૩ મહિને PUC સર્ટિફિકેટ કઢાવવાનો પ્રસ્તાવ છે. 



આ પ્રસ્તાવ હેઠળ BS-VI કમર્શિયલ વ્હીકલ માટે અલગ વિકલ્પનો પ્રસ્તાવ છે. ૬ વર્ષ જૂનાં કમર્શિયલ, ગુડ્સ કૅરિયર BS-VI ધરાવતાં વાહનો માટે PUC સર્ટિફિકેટ બે વર્ષ માટે હશે; જ્યારે ૬-૧૦ વર્ષ જૂનાં કમર્શિયલ વ્હીકલ માટે એ દર વર્ષે અને ૧૦ વર્ષ કરતાં જૂનાં વાહનો માટે દર ૬ મહિને PUC સર્ટિફિકેટ કઢાવવું પડશે. સરકારે આ માટેનું નોટિફિકેશન બહાર પાડીને વાંધાવચકા, સૂચનો મગાવ્યાં છે. એ પછી સરકાર એના પર અંતિમ નિર્ણય લેશે. 


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2026 07:38 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK