આ સૅન્ટાને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડમાં સામેલ કરવા માટે અરજી કરવામાં આવી છે.
સૅન્ટા ક્લૉઝનું શિલ્પ
ઓડિશાના પ્રખ્યાત સૅન્ડ-આર્ટિસ્ટ અને પદ્મશ્રી સન્માનિત રેતશિલ્પકાર સુદર્શન પટનાઈકે ક્રિસમસ નિમિત્તે પુરીના દરિયાકિનારે સૅન્ટા ક્લૉઝનું શિલ્પ બનાવ્યું હતું. આ વખતે તેમણે મૂર્તિની સજાવટમાં સૅન્ટાને લાલ રંગ આપવા માટે લાલ સફરજનનો ઉપયોગ કર્યો હતો. પુરીના નીલાદ્રિ બીચ પર બાવીસ ફુટ ઊંચો, ૬૨ ફુટ લાંબો અને ૪૫ ફુટ પહોળો સૅન્ટા બનાવ્યો છે અને એમાં ૧.૫ ટન જેટલાં સફરજન વપરાયાં છે. આ સૅન્ટાને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડમાં સામેલ કરવા માટે અરજી કરવામાં આવી છે.
વરસાદ અને ભારે પવને કૅલિફૉર્નિયાને ધમરોળ્યું, આજે પણ વરસાદ પડી શકે છે
ADVERTISEMENT

બુધ અને ગુરુવારે અમેરિકાના કૅલિફૉર્નિયામાં ઠેર-ઠેર ભારે પવન અને આંધી સાથે વરસાદ પડ્યો હતો. લગભગ ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી જેવા પવન સાથે ભારે વરસાદ થતાં રાઇટવુડ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે વરસાદની સાથે જ પાણી તરત ઓસરી ગયું હતું, પરંતુ પાણીમાં ઢસડાઈ આવેલા કાદવ, કાટમાળમાં કેટલીક કારો દટાઈ ગયેલી જોવા મળી હતી. આજે પણ કૅલિફૉર્નિયામાં પવન સાથે વરસાદ પડશે.
ચંદ્રયાન અને માઘ મેળાને સમર્પિત પુષ્પ-પ્રદર્શની શરૂ થઈ વારાણસીમાં
વારાણસીમાં બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય (BHU)માં માલવીય સ્મૃતિ ફ્લાવર એક્ઝિબિશનની ગઈ કાલે શરૂઆત થઈ હતી. આ એક્ઝિબિશનને આ વર્ષની બે મહાન ઘટનાઓને સમર્પિત કરવામાં આવ્યું છે. એક તો ચંદ્રયાનની સફળતા અને બીજું પ્રયાગરાજમાં માઘ મેળાની રોનક. ચંદ્રયાનને લઈ જતા રૉકેટ અને કુંભના કળશના શેપની ફૂલોથી સજાવેલી પ્રતિકૃતિઓ આ એક્ઝિબિશનની રોનક બની રહી છે.


