Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશના સમાચાર

ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશના સમાચાર

22 October, 2021 09:36 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માત્ર ૫૦ પૈસામાં ટી-શર્ટ લેવા પડાપડી; વાયુસેનાનું વિમાન ક્રૅશ; ભારત સામે ચીનનું વલણ આક્રમક અને વધુ સમાચાર

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


માત્ર ૫૦ પૈસામાં ટી-શર્ટ  લેવા પડાપડી

ચેન્નઈ : તિરુચી ખાતે ગાર્મેન્ટની દુકાનની બહાર એની ઓપનિંગના દિવસે જ ભારે ભીડ એકઠી થતાં પોલીસને દુકાન બંધ કરાવવાની ફરજ પડી હતી. દુકાનની બહાર ભીડ એકઠી થવા પાછળનું કારણ દુકાનના માલિક દ્વારા સવારે દુકાનના ઉદ્ઘાટનના પ્રમોશનના ભાગરૂપે માત્ર ૫૦ પૈસામાં ટી-શર્ટ આપવાની કરવામાં આવેલી જાહેરાત હતી. હકીમ મોહમ્મદે મનાપ્પરાઈમાં પૉસ્ટર્સ લગાવી એક વાગ્યાના સમય સુધી આવનારા ગ્રાહકોને માત્ર ૫૦ પૈસામાં ટી-શર્ટ આપવાની જાહેરાત કરી હતી તથા આ માટે તેણે ૧૦૦૦ ટી-શર્ટ પણ લઈ રાખ્યાં હતાં. જોકે ભીડ વધતાં પોલીસે ફરજિયાત દુકાન બંધ કરવાની ફરજ પાડતાં માત્ર ૧૦૦ જ ટી-શર્ટ વેચી શકાયાં હતાં.



 


વાયુસેનાનું વિમાન ક્રૅશ : પાઇલટનો આબાદ બચાવ

ભોપાલ : ભારતીય વાયુસેનાનું મિરાજ ૨૦૦૦ ઍરક્રાફ્ટ ગુરુવારે મધ્ય પ્રદેશના ભિન્ડ જિલ્લામાં ક્રૅશ થયું હતું. જોકે સદનસીબે પાઇલટ સુરક્ષિત બચી ગયો હતો.


રાજ્યની પાટનગરી ભોપાલથી ૫૦૦ કિલોમીટરના અંતરે આ અકસ્માત સર્જાયો હતો. ભિન્ડ જિલ્લાના બરૌલી વિસ્તારના મનકાબાગ ગામમાં ઍરક્રાફ્ટ ક્રૅશ થયું હતું. ઍરક્રાફ્ટને લેફ્ટનન્ટ અભિલાષ ઉડાવી રહ્યા હતા જે પૅરાશૂટની મદદથી નીચે આવતા હોય એવું દૃશ્ય એક સ્થાનિકના વિડિયોમાં કેદ થયું છે. તેમને શરીરે સામાન્ય ઈજા પહોંચી છે.

 

સરકારી કર્મચારીઓને દિવાળી પહેલાં મળ્યા ગુડ ન્યુઝ

નવી દિલ્હી : ગુરુવારે કેન્દ્રીય કૅબિનેટ દ્વારા સરકારી કર્મચારીઓના ડિયરનેસ અલાઉન્સ અને ડિયરનેસ રિલીફમાં વધારો કરવામાં આવ્યો છે. કૅબિનેટે ડીએમાં ત્રણ ટકાનો વધારો કરીને ૩૧ ટકા કર્યું છે.

આ વધારાનો લાભ કેન્દ્ર સરકારના ૪૭.૧૪ લાખ કર્મચારીઓ અને ૬૮.૬૨ લાખ પેન્શનરોને મળશે. આ નિર્ણયને કારણે સરકાર પર વાર્ષિક ૯૪૮૮ કરોડ રૂપિયાનું ભારણ વધશે. ગયા જુલાઈ મહિનામાં સરકારે અલાઉન્સ ૧૭ ટકાથી વધારીને ૨૮ ટકા કર્યું હતું.

 

ખેડૂતોને પ્રદર્શનનો હક છે, પણ તેઓ રસ્તા જૅમ નહીં કરી શકે : સુપ્રીમ કોર્ટ

ગાઝિયાબાદ : દિલ્હી-ઉત્તર પ્રદેશની સરહદે ગાઝીપુરમાં વિરોધ-પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને કારણે બંધ રસ્તાઓને ખોલવાની માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે ખેડૂત સંગઠનોને ત્રણ સપ્તાહમાં આ પિટિશનનો જવાબ આપવાનું કહ્યું છે.ખેડૂતોના સૌથી મોટા સંગઠન સંયુક્ત કિસાન મોરચા અને એના પેટા-સંગઠન ભારતીય કિસાન યુનિયન દ્વારા રોડ બ્લૉક કર્યો હોવાની વાતને રદિયો આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે શાંતિપૂર્ણ વિરોધ-પ્રદર્શન કરવું એ દરેક નાગરિકનો અધિકાર છે, પરંતુ રોડ બ્લૉક ન કરી શકો.

 

ભારત સામે ચીનનું વલણ આક્રમક : અમેરિકી રાજદૂત

વૉશિંગ્ટન : અમેરિકાના રાજદૂતે ભારત સાથેની સરહદ પર ચીનના વલણની ટીકા કરી છે. રાષ્ટ્રપતિ જો બાઇડન દ્વારા નિયુક્ત બીજિંગના અમેરિકી રાજદૂત નિકોલસ બર્ન્સે સેનેટ ફૉરેન રિલેશન કમિટીના સભ્યોને સંબોધતાં કહ્યું હતું કે હિમાલયમાં આવેલી સરહદોમાં ભારત સામે ચીનનું વલણ હુમલાખોરીનું રહ્યું છે.

અમેરિકી રાજદૂતે જણાવ્યું હતું કે ચીનને જ્યાં-જ્યાં જરૂર પડશે ત્યાં-ત્યાં અમેરિકા પડકારશે. જો ચીન દ્વારા અમેરિકાનાં મૂલ્યો અને હિતોના વિરોધ થતાં પગલાં ભરાશે, અમેરિકા કે તેના સહયોગીઓની સુરક્ષા પર જોખમ ઊભું કરાશે અથવા આંતરરાષ્ટ્રીય સરહદો સાથે ચેડાં કરવામાં આવશે તો અમેરિકા ચીનને પડકારશે. નિકોલસ બર્ન્સે ઉમેર્યું હતું કે હિમાલયમાં આવેલી સરહદો પર ભારત સામે ઉપરાંત વિયેતનામ, ફિલિપીન્સ અને દક્ષિણ ચીની સમુદ્રમાં અન્યો સાથે તેમ જ પૂર્વ ચીની સમુદ્રમાં જપાન સામે ચીનનું વલણ હુમલાખોરીનું રહ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

22 October, 2021 09:36 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK