અમેરિકામાં લોકો ઑફિસ-ટ્રિપના નામે હરવા-ફરવા જતા રહે છે અને વધુ સમાચાર
Offbeat
પ્રતીકાત્મક તસવીર
શૉપિંગ મૉલ્સ ભલે મોટાં શહેરમાં વધારે હોય, પણ શૉપિંગ કરવામાં ગામડાના લોકો શહેરવાસીઓ કરતાં આગળ નીકળી ગયા છે. સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમીના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ૨૦૨૩ના એપ્રિલમાં ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા ૬૨ મહિનામાં સૌથી વધારે વેચાણ થયું હતું, જ્યારે આ જ મહિનામાં શહેરોમાં ૭ મહિનાનું સૌથી ઓછું વેચાણ નોંધાયું હતું. રિપોર્ટ મુજબ હાલમાં ૨૦૧૯ પછી કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ સૌથી વધારે છે. એટલે કે અત્યારે લોકો દ્વારા થતા ખર્ચનું પ્રમાણ સૌથી વધુ છે. કોરોના બાદ ખર્ચમાં મોટો ઘટાડો થયો હતો, પણ હવે એ ઝડપથી કોરોના પહેલાંની સ્થિતિ પર પાછો ફરી રહ્યો છે.
ભલે પધાર્યા બાપુ
ADVERTISEMENT
મોરારીબાપુ ગઈ કાલે હૃષીકેશના પરમાર્થ નિકેતન આશ્રમની મુલાકાતે પહોંચ્યા ત્યારે એના પ્રમુખ સ્વામી ચિદાનંદ સરસ્વતીએ તેમને આવકાર આપ્યો હતો.
એક ફોટો હો જાએ
ગઈ કાલે જયપુરમાં હવામહલની મુલાકાત દરમ્યાન એક ફૉરેનર ટૂરિસ્ટ સાથે ફોટો પડાવતી સ્થાનિક મહિલા.
અમેરિકામાં લોકો ઑફિસ-ટ્રિપના નામે હરવા-ફરવા જતા રહે છે
અમેરિકામાં વનપૉલ નામની હૉસ્પિટૅલિટી કંપનીના સર્વેમાં ૪૮ ટકા કર્મચારીઓએ સ્વીકાર્યું હતું કે તેઓ ઑફિસ-ટ્રિપના નામે હરવા-ફરવા જતા રહે છે. આ માટે હશ વર્કેશન નામનો શબ્દ પણ પ્રચલિત થયો છે.
જાણો કોણ છે વિશ્વના સૌથી વયોવૃદ્ધ વૉટર પોલો ખેલાડી
બ્રિટનના ૯૩ વર્ષના જૉન સ્ટાર બ્રુક વિશ્વના સૌથી વયોવૃદ્ધ વૉટર પોલો ખેલાડી છે. તેઓ છેલ્લાં ૮૦ વર્ષથી સ્વિમિંગ કરે છે. તેમણે દરિયામાં દોઢ કિલોમીટર તરીને ૮૦મો જન્મદિવસ મનાવ્યો હતો.