સુસાઇડ-બૉમ્બર ડૉ. ઉમર નબીનો ફિદાયીન પ્રવૃત્તિને સમર્થન આપતો જૂનો વિડિયો બહાર આવ્યો, જેમાં તે કહે છે
ડૉ. ઉમર નબી
દિલ્હીના લાલ કિલ્લા વિસ્તારમાં થયેલા કાર-બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ ડૉ. ઉમર નબીએ હુમલા પહેલાં આત્મઘાતી બૉમ્બવિસ્ફોટ વિશે વાત કરી હતી એ જાતે રેકૉર્ડ કરેલો અને તારીખ વિનાનો વિડિયો બહાર આવ્યો છે. ડૉ. ઉમર નબીએ આત્મઘાતી બૉમ્બવિસ્ફોટને શહીદનું ઑપરેશન ગણાવ્યો હતો. વિસ્ફોટના એક અઠવાડિયા પછી આ વિડિયો બહાર આવ્યો છે.
જોકે તપાસ અધિકારીઓનો દાવો છે કે તેણે આ વિડિયો લોકોનું બ્રેઇન વૉશ કરવા માટે બનાવ્યો હતો. ૧૦ નવેમ્બરનો વિસ્ફોટ એક અકસ્માત હતો, ડૉ. ઉમર પછીથી એક મોટા આત્મઘાતી હુમલાની યોજના બનાવી રહ્યો હતો.
ADVERTISEMENT
સ્પષ્ટ અંગ્રેજી ભાષામાં બોલતા વિડિયોમાં ડૉ. ઉમર સમજાવે છે, ‘જેને લોકો આત્મઘાતી હુમલો કહે છે એને ઇસ્લામમાં શહીદીનું ઑપરેશન કહેવામાં આવે છે. આના પર ઘણી ચર્ચા અને વિરોધ છે. શહીદીનું ઑપરેશન ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ ચોક્કસ સમયે અને સ્થળે મરવાના ઇરાદાથી જાય છે, એટલે કે તે પોતાના કુદરતી મૃત્યુની વિરુદ્ધ જઈને પોતાનો જીવ છોડવાની તૈયારી કરે છે. આપણા કિસ્સામાં એવું નથી.’
આટલું કહ્યા બાદ તે મોબાઇલના કૅમેરાને બીજી દિશામાં ફેરવી દે છે.


