ટેલિકૉમ વિભાગના આદેશ મુજબ જો એ નંબર મેળવનારના કૉન્ટૅક્ટ્સમાં સેવ કરેલો હશે તો એ સેવ કરેલું નામ દેખાશે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પહેલી નવેમ્બરથી ભારતમાં મોબાઇલ-યુઝર્સ નવી કૉલિંગ નેમ પ્રેઝન્ટેશન (CNAP) સિસ્ટમ હેઠળ ફોન-નંબરની સાથે કૉલ કરનારનું નામ પણ જોઈ શકશે. ટેલિકૉમ વિભાગના આદેશ મુજબ જો એ નંબર મેળવનારના કૉન્ટૅક્ટ્સમાં સેવ કરેલો હશે તો એ સેવ કરેલું નામ દેખાશે. જો નંબર સેવ કરેલો નહીં હોય તો કૉલ કરનારે ટેલિકૉમ ઑપરેટરની સિસ્ટમમાં જે નામ દાખલ કર્યું હશે એ જોવા મળશે. આ ફેરફાર યુનિફાઇડ લાઇસન્સ ઍગ્રીમેન્ટમાં સુધારા દ્વારા લાવવામાં આવ્યો છે. સુધારેલા નિયમો હેઠળ કૉલરની ઓળખમાં ટેલિકૉમ ઑપરેટર દ્વારા ફાળવવામાં આવેલો ટેલિફોન-નંબર, ઑપરેટરના રેકૉર્ડમાં ઉપલબ્ધ સબસ્ક્રાઇબરનું નામ અથવા લાઇસન્સ આપનાર સત્તાધિકારી દ્વારા મંજૂર કરાયેલી અન્ય કોઈ પણ પ્રકારની ઓળખનો સમાવેશ થઈ શકે છે. અગાઉ કૉલરની ઓળખનો અર્થ મુખ્યત્વે સબસ્ક્રાઇબરનો ટેલિફોન-નંબર, IP ઍડ્રેસ અથવા લાઇસન્સ આપનાર સત્તાધિકારી દ્વારા નિર્દિષ્ટ અન્ય કોઈ ઓળખ-પદ્ધતિ જેવી વિગતો થતો હતો.
સોલાસંઘમાં પૂ. ઈલાજી મહાસતીજીના ૩૧ ઉપવાસની ઉગ્ર તપસ્યા
ADVERTISEMENT

શ્રી સોલારોડ સ્થાનકવાસી જૈન સંઘમાં બોટાદ સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂ. શૈલેષમુનિ મ.સા.નાં આજ્ઞાનુવર્તી પ્રવર્તિની પૂ. સવિતાબાઈ મ.સ.ના પરિવારનાં તપસ્વીરત્ના પૂ. ઈલાબાઈ મહાસતીજી ૮૬ વર્ષની જૈફ વયે ૩૧ ઉપવાસની તપસ્યામાં જોડાયાં છે. ગુરુવારે ૨૮મો ઉપવાસ હતો. પૂ. શ્રી ધીરગુરુદેવે તપસ્વીના પંદરમા માસક્ષમણ તપની અભિવંદના કરી છે. સોમવારે ૨૬ ઑક્ટોબરે પારણાં છે.
સાઉદી અરેબિયાના દમ્મામ ઍરપોર્ટ પર હુમલો: એક ભારતીયનું મોત, અન્ય બે ગંભીર રીતે ઘાયલ
સાઉદી અરેબિયાના દમ્મામ શહેરમાં આવેલા કિંગ ફહદ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર બુધવારે રાત્રે થયેલા એક જીવલેણ હુમલામાં એક ભારતીય નાગરિકનું દુઃખદ મોત થયું હતું અને અન્ય બે ભારતીયો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જનરલ ઑથોરિટી ઑફ સિવિલ એવિએશન (GACA)ના સત્તાવાર નિવેદન મુજબ આ હુમલામાં કુલ બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એમાં એક ભારતીય અને એક સાઉદી નાગરિક સામેલ છે, જ્યારે કુલ ૮ લોકો ઘાયલ થયા છે.
