Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઓડિશાના કોણાર્ક નજીક દરિયામાં ONGCને ૧૪૫૦ મીટરની ઊંડાઈએ મળ્યો ગૅસનો વિશાળ ભંડાર

ઓડિશાના કોણાર્ક નજીક દરિયામાં ONGCને ૧૪૫૦ મીટરની ઊંડાઈએ મળ્યો ગૅસનો વિશાળ ભંડાર

Published : 22 September, 2026 01:20 PM | IST | Odisha
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સમુદ્રમંથન પ્રોજેક્ટ હેઠળ ડ્રિલિંગ દરમ્યાન મળેલી આ સફળતાથી ભારતને મોટો ફાયદો થવાની શક્યતા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતની સરકારી કંપની ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કૉર્પોરેશન (ONGC)ને ઓડિશાના દરિયાકાંઠે ઊંડા પાણીમાં ચાલી રહેલા એક્સ્પ્લોરેશન પ્રોજેક્ટમાં મોટી સફળતા મળી છે. રિપોર્ટ મુજબ મહાનદી ઑફશોર બેસિનમાં કોણાર્કથી ૪૩ કિલોમીટરના અંતરે આવેલા કૂવામાંથી ૧૮ સપ્ટેમ્બરે કુદરતી ગૅસનો વિશાળ ભંડાર મળી આવ્યો છે. કંપનીના મહત્ત્વાકાંક્ષી સમુદ્રમંથન અભિયાન હેઠળ ખોદવામાં આવેલા આ પ્રથમ કૂવામાં જ આ સફળતા મળી છે.

આ કૂવાનું ડ્રિલિંગ પ્લૅટિનમ એક્સ્પ્લોરર ડ્રિલશિપ દ્વારા પચીસ જુલાઈએ શરૂ કરવામાં આવ્યું હતું. ડ્રિલિંગ દરમ્યાન ૧૪૪૧થી ૧૪૫૨ મીટરની ઊંડાઈ વચ્ચે ગૅસ મળી આવ્યો હતો. ONGCએ જણાવ્યું હતું કે છેલ્લા ૩ દિવસથી કૂવામાંથી ગૅસનો પ્રવાહ શરૂ થયો છે અને એનું પ્રેશર અત્યંત પ્રોત્સાહક છે. જોકે આ ગૅસ-ભંડાર વ્યાપારી ધોરણે કેટલો ફાયદાકારક છે એ જાણવા માટે હજી વધુ મૂલ્યાંકન કરવામાં આવશે.



આ ગૅસ-ભંડાર દરિયાકાંઠાથી માત્ર ૪૩ કિલોમીટર દૂર હોવાથી એનું ઉત્પાદન શરૂ કરવામાં અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં સરળતા રહેશે. પેટ્રોલિયમ ઍન્ડ નૅચરલ ગૅસ નિયમો હેઠળ આ વિસ્તારમાં સમાન સુવિધાઓનો ઉપયોગ કરીને ગૅસનું વ્યાપારી ઉત્પાદન શરૂ કરી શકાશે જેનાથી ભારતની આયાત પરની નિર્ભરતા ઘટશે.


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2026 01:20 PM IST | Odisha | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK