Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ફાલટા વિસ્તારના લોકોએ TMC પર ગંભીર આરોપ મૂકતાં કહ્યું... અમને ધમકી મળી રહી છે કે હારીશું તો ઘર બાળી નાખીશું

ફાલટા વિસ્તારના લોકોએ TMC પર ગંભીર આરોપ મૂકતાં કહ્યું... અમને ધમકી મળી રહી છે કે હારીશું તો ઘર બાળી નાખીશું

Published : 03 May, 2026 08:08 AM | Modified : 03 May, 2026 08:09 AM | IST | West Bengal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારે વિરોધ-પ્રદર્શન જોતાં આ વિસ્તારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને રૅપિડ ઍક્શન ફોર્સના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.

ફાલતામાં જનઆક્રોશને કાબૂમાં લેવા માટે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા.

ફાલતામાં જનઆક્રોશને કાબૂમાં લેવા માટે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા.


દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાના ફાલટા વિસ્તારમાં સેંકડો સ્થાનિક લોકોએ ગઈ કાલે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. ચોથી મેએ મતગતણતરી થાય એ પહેલાં સેંકડો લોકોએ તેમને મળેલી ધમકી વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો હતો કે ‘તૃણમૂલ કૉન્ગ્રેસના કાર્યકરો અમને ધમકીઓ આપીને ડરાવી રહ્યા છે. અમને કહેવામાં આવ્યું છે કે જો આ વિસ્તારમાં BJP જીતશે તો અમારાં ઘર બાળી નાખવામાં આવશે અને ખૂબ ખૂનખરાબી થશે.’

કેટલીક મહિલાઆએ TMCના સ્થાનિક કાર્યકર્તાઓનાં નામ સાથે તેમની ધરપકડ કરવાની માગણી કરતાં કહ્યું હતું કે ‘અમે TMCને વોટ આપ્યો હતો એ પછી પણ તેમણે અમારા પર હુમલો કર્યો હતો. અમે ઇચ્છીએ છીએ કે તેમની ધરપકડ કરવામાં આવે. અમને મહિલાઓને સુરક્ષા જોઈએ છે.’



ભારે વિરોધ-પ્રદર્શન જોતાં આ વિસ્તારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને રૅપિડ ઍક્શન ફોર્સના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. 


પશ્ચિમ બંગાળની ફાલતા વિધાનસભા બેઠક માટે ચૂંટણીપંચે લીધો કડક નિર્ણય

મે મહિનાની ૨૧ તારીખે ફાલતાની તમામ ૨૮૫ મથકો પર થશે મતદાન ૨૪ મેએ મતગણતરી થશે


ફાલતામાં ૨૯ એપ્રિલે થયેલા મતદાનમાં EVMમાં છેડછાડની ફરિયાદ તો મળી જ હતી, પરંતુ એ  પછી હિંસા અને ધમકીનો સિલસિલો પણ ચાલુ રહ્યો હતો. એમાંય ગઈ કાલે ફાલતા વિસ્તારમાં મોટા પાયે પ્રોસ્ટેટ અને રી-પોલિંગની માગણીમાં રાજકીય પાર્ટીઓ દ્વારા ધાકધમકીની ફરિયાદો મળી એ પછી ચૂંટણીપંચે આ બેઠક પર થયેલા જૂના મતદાનને રદ કરવાનો નિર્ણય લીધો હતો. આ જ બેઠકના એક બૂથ પર EVM પર BJPના બટન પર ટેપ લગાવેલી મળી હતી. ચૂંટણીપંચના કહેવા મુજબ આ બેઠક માટેનાં તમામ ૨૮૫ મતદાનમથકો પર નવેસરથી ૨૧ મેએ મતદાન થશે. સવારે સાતથી સાંજે ૬ વાગ્યા સુધીનો સમય રહેશે. આ બેઠકની મતગણતરી રી-પોલિંગ પછી ૨૪ મેએ થશે. પશ્ચિમ બંગાળની બાકી તમામ વિધાનસભા બેઠકો પર નિર્ધારિત તારીખે એટલે કે ચોથી મેએ જ મતગણતરી થશે. 

પ્રદર્શનકારીઓએ ધમકીઓ આપનારા TMCના કાર્યકર્તાઓનાં નામ આપ્યાં હતાં. એમાંથી ૩ જણની ધરકપડ કરવામાં આવી હતી. 

Whatsapp-channel Whatsapp-channel

03 May, 2026 08:09 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK