આ પહેલાં ઉત્તર પ્રદેશ સરકારે આવો નિયમ રાજ્યની સરકારી સ્કૂલો માટે બનાવ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
રાજસ્થાન સરકારના શિક્ષણ વિભાગે ૩૧ ડિસેમ્બરે આદેશ આપ્યો હતો કે સરકારી સ્કૂલોમાં સ્કૂલ શરૂ થયા બાદ પ્રાર્થના પછી ૧૦ મિનિટ માટે ન્યુઝપેપર વાંચવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. બાળકોના શબ્દભંડોળને વિકસાવવા માટે રોજ પાંચ નવા શબ્દો પસંદ કરવામાં આવશે અને એના વિશે જાણકારી આપવામાં આવશે. આ નવી પહેલનો હેતુ બાળકોને રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ વિશે માહિતગાર કરવાનો છે. ન્યુઝપેપર ખરીદવા માટેનું ભંડોળ રાજસ્થાન સ્કૂલ એજ્યુકેશન કાઉન્સિલ આપશે. એક હિન્દી અને એક અંગ્રેજી ન્યુઝપેપરનું સબસ્ક્રિપ્શન સ્કૂલોએ લેવાનું રહેશે. આ પહેલાં ઉત્તર પ્રદેશ સરકારે આવો નિયમ રાજ્યની સરકારી સ્કૂલો માટે બનાવ્યો હતો.


