Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Shalimar Express Derail: પશ્ચિમ બંગાળમાં રેલ દુર્ઘટના! 3 ડબ્બા પાટા પરથી નીચે- કેટલાંક ઘાયલ

Shalimar Express Derail: પશ્ચિમ બંગાળમાં રેલ દુર્ઘટના! 3 ડબ્બા પાટા પરથી નીચે- કેટલાંક ઘાયલ

Published : 09 November, 2024 09:08 AM | Modified : 09 November, 2024 09:13 AM | IST | West Bengal
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Shalimar Express Derail: આ એકપ્રેસના ત્રણ ડબ્બાઓ રેલપાટા પરથી નીચે ઊતરી જતાં અફરાતફરી મચી ગઈ છે. સદનસીબે કોઈ જ જાનહાનિ પણ થઈ નથી

તસવીર સૌજન્યઃ એક્સ

તસવીર સૌજન્યઃ એક્સ


પશ્ચિમ બંગાળમાંથી એક ભયાવહ રેલ દુર્ઘટના સામે આવી છે. નાલપુરમાં સિકંદરાબાદ-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસને આ અકસ્માત નડ્યો હોવાના અહેવાલ છે. આજે વહેલી સવારે 5.30 વાગ્યાની આસપાસ નાલપુરમાં ટ્રેન નંબર 22850 સિકંદરાબાદ-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસને આ અકસ્માત નડ્યો છે. આ એકપ્રેસના ત્રણ ડબ્બાઓ રેલપાટા પરથી નીચે ઊતરી જતાં અફરાતફરી (Shalimar Express Derail) મચી ગઈ છે. 


કોઈ જાનહાનિ થઈ નથી- સામાન્ય ઇજાઓ 



તમને જણાવી દઈએ કે રેલના ત્રણ ડબ્બા પાટા પરથી ઊતરી (Shalimar Express Derail) ગયાં હોઈ આમાં વધારે કોઈ નુકસાન થયું નથી. સદનસીબે કોઈ જ જાનહાનિ પણ થઈ નથી. જે રાહતના સમાચાર છે. માંત્ર મુસાફરી કરી રહેલા કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી છે.


સ્પીડ તો સ્લો હતી તો કઈ રીતે આ દુર્ઘટના બની?

Shalimar Express Derail: પ્રાપ્ત અહેવાલો અનુસાર આ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો જણાવે છે કે એક્સપ્રેસ ટ્રેન સામાન્ય સ્પીડ કરતાં ખૂબ જ સ્લો ચાલી રહી હતી. પરંતુ અચાનક જોરદાર એક આંચકો અનુભવાયો. અમારી સીટ પર અમે જે સમાન મૂક્યો હતો તે પણ નીચે પડી ગયો હતો. આ આંચકા બાદ તરત જ ડ્રાઈવરે ટ્રેન રોકી દીધી હતી. અમે ટ્રેનમાંથી નીચે ઉતરીને જોઈએ છીએ તો ત્રણ ડબ્બા પાટા પરથી નીચે ઊતરી ગયાં હોવાનું જણાઈ આવ્યું.


માહિતી મળતાં જ પહોંચ્યા રેલ અધિકારીઓ- તમામ મુસાફરો સુરક્ષિત  

આ દુર્ઘટના (Shalimar Express Derail)ની જાણ થતાંની સાથે જ હાજર રેલવે અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા દુર્ઘટના સ્થળે રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. પ્રાપ્ત અહેવાલો અનુસાર આ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરોને કૉચમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. માત્ર કેટલાક લોકોને સામન્ય ઇજા થઈ છે. રેલ્વેના જણાવ્યા અનુસાર અત્યારે તો આ દુર્ઘટનાને કારણે કોઈ મોટું નુકસાન થયું હોય કે પછી કોઈ જાનહાનિ થઈ હોય એવું જણાતું નથી. માત્ર એક કે બે મુસાફરોને સામાન્ય કહી શકાય એવી ઈજાઓ થઈ છે.

જોકે, આ દુર્ઘટના કયા કારણોસર થઈ તે બાબતે હજી સુધી જાણી શકાયું નથી. વધુ તપાસ બાદ જ આ માહિતી સામે આવશે. ઈસ્ટર્ન રેલ્વે પાસેથી મળતી માહિતી અનુસાર સંત્રાગાચી અને ખડગપુરથી કેટલીક તબીબી રાહત ટ્રેનો લોકોને બચાવવા માટે તેમ જ પાટા પરથી ઉતરી ગયેલા કોચને ફરીથી સુરક્ષિત સ્થળ પર પહોંચાડવા માટે મોકલી દેવામાં આવી છે. અત્યારે તમામ ફસાયેલા મુસાફરો કે જે આ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં હતા તેઓને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવા માટે બસોની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

09 November, 2024 09:13 AM IST | West Bengal | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK