દિલ્હીમાં ચાલી રહેલા પ્રોટેસ્ટ દરમ્યાન લાગેલા કેટલાક નારાઓ હાલ ઇન્ટરનેટ પર છવાઈ ગયા છે.
દિલ્હી યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓનું વિરોધ-પ્રદર્શન અને એમાં જોવા મળેલા વિવિધ નારા
દેશમાં મહિલાઓ વિરુદ્ધ સતત વધી રહેલા ગુનાઓના વિરોધમાં અને દિલ્હી તથા બિહાર સહિત સમગ્ર દેશમાં તાજેતરમાં મહિલાઓ પર થયેલાં દુષ્કર્મ અને ઉત્પીડનના મામલે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મહિલાઓ પર અત્યાચારને કારણે સમગ્ર દેશમાં ભારે આક્રોશ વચ્ચે દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓ દ્વારા વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે અગાઉના સમયમાં
વિરોધ-પ્રદર્શનને અત્યંત ગંભીર માનવામાં આવતું હતું, પરંતુ હવે એમાં ક્રીએટિવ નારા અને મીમ-કલ્ચર ઉમેરાયું છે. દિલ્હીમાં ચાલી રહેલા પ્રોટેસ્ટ દરમ્યાન લાગેલા કેટલાક નારાઓ હાલ ઇન્ટરનેટ પર છવાઈ ગયા છે.
પ્રદર્શનકારી યુવતીઓના વાઇરલ નારા
ADVERTISEMENT
એક કચોરી દો સમોસા, ઇન મર્દોં કા ક્યા ભરોસા
એક સુટ્ટા દો ચાય, મર્દ જાત હાય-હાય
નહીં કિસીકે બાપ કી, નારી અપને આપ કી
શર્મ નહીં હૈ મર્દોં મેં, ઔરત ક્યોં હૈ પરદોં મેં
મુન્ના કરે કુછ ભી કાંડ, હર બાર હોગી મુન્ની બદનામ
ક્યુટી નહીં, ક્રાન્તિ હૂં
