Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપીને કરી મહત્ત્વની ટિપ્પણી: ગૃહિણીઓ રાષ્ટ્રની નિર્માતા

સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપીને કરી મહત્ત્વની ટિપ્પણી: ગૃહિણીઓ રાષ્ટ્રની નિર્માતા

Published : 12 June, 2026 07:08 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અકસ્માતના કેસોમાં ગૃહિણીઓ માટે લૉસ ઑફ ડોમેસ્ટિક કૅર હેઠળ નવું વળતર નક્કી કર્યું, ૩૦,૦૦૦ રૂપિયા માસિક આવક ગણાશે

સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ


ગૃહિણીઓના ઘરકામ અને સામાજિક મૂલ્યને સર્વોચ્ચ સન્માન આપતાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે ગૃહિણીઓને રાષ્ટ્રનિર્માતા તરીકે ઓળખાવીને રોડ-અકસ્માતમાં તેમના મૃત્યુના કિસ્સામાં લૉસ ઑફ ડોમેસ્ટિક કૅર નામની અલગ કૅટેગરી બનાવીને વિશેષ વળતર આપવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન. કોટીશ્વર સિંહની બેન્ચે ૨૦૦૧માં હરિયાણામાં માર્ગ-અકસ્માતમાં જીવ ગુમાવનાર એક મહિલાના પરિવારનું વળતર ૮.૪૩ લાખ રૂપિયાથી વધારીને સીધું ૬૨.૭૭ લાખ રૂપિયા કર્યું છે.

સુનાવણી દરમ્યાન કોર્ટે માન્યું કે ગૃહિણીઓનું યોગદાન પરંપરાગત આર્થિક માપદંડો કરતાં ઘણું વધારે છે અને એને ઓછું આંકી શકાય નહીં. નવી વ્યવસ્થા મુજબ જો ગૃહિણી સ્વતંત્ર કમાણી ન કરતી હોય તો પણ વળતરની ગણતરી માટે તેની લઘુતમ માસિક આવક ૩૦,૦૦૦ રૂપિયા માનવામાં આવશે. આ બેઝિક રકમમાં દર ૩ વર્ષે ૧૦ ટકાનો વધારો કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

12 June, 2026 07:08 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK