Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વિજયે ત્રિચી-ઈસ્ટની બેઠક છોડી, પેરામ્બુરને પસંદ કર્યું પોતાનું મતક્ષેત્ર, હવે યોજાશે પેટાચૂંટણી

વિજયે ત્રિચી-ઈસ્ટની બેઠક છોડી, પેરામ્બુરને પસંદ કર્યું પોતાનું મતક્ષેત્ર, હવે યોજાશે પેટાચૂંટણી

Published : 11 May, 2026 07:32 AM | IST | Tamil Nadu
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૬ની વિધાનસભાની ચૂંટણીમાં વિજય બે બેઠકો પરથી વિજેતા થયા હતા, જેમાંથી તેમણે ચેન્નઈની પેરામ્બુર બેઠક જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે

ગઈ કાલે શપથવિધિ સમારોહ દરમ્યાન ભેગા થયેલા પક્ષના કાર્યકરો સાથે તથા રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ સાથે સેલ્ફી લેતા વિજય.

ગઈ કાલે શપથવિધિ સમારોહ દરમ્યાન ભેગા થયેલા પક્ષના કાર્યકરો સાથે તથા રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ સાથે સેલ્ફી લેતા વિજય.


વિજયે રવિવારે મુખ્ય પ્રધાનપદના શપથ લીધા પછી તિરુચિરાપલ્લી (ત્રિચી)-ઈસ્ટ વિધાનસભા બેઠક પરથી ઔપચારિક રીતે રાજીનામું આપી દીધું હતું. ૨૦૨૬ની વિધાનસભાની ચૂંટણીમાં વિજય બે બેઠકો પરથી વિજેતા થયા હતા, જેમાંથી તેમણે ચેન્નઈની પેરામ્બુર બેઠક જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. વિજયે પેરામ્બુર અને ત્રિચી-ઈસ્ટ એમ બન્ને બેઠકો પરથી ચૂંટણી લડી હતી. પેરામ્બુર બેઠક પરથી તે ૫૩,૦૦૦થી વધુ મતની જંગી સરસાઈથી જીત્યા હતા, જ્યારે ત્રિચી-ઈસ્ટમાં તેમની જીતનું માર્જિન ૨૭,૦૦૦ જેટલું હતું. ચૂંટણીપંચના નિયમો મુજબ કોઈ પણ વ્યક્તિ એકસાથે બે બેઠક પર પ્રતિનિધિત્વ કરી શકતી નથી, જેને કારણે તેમણે એક બેઠક ખાલી કરવી અનિવાર્ય હતી.

અંતરંગ સૂત્રોના જણાવ્યા અનુસાર પેરામ્બુર બેઠક ચેન્નઈમાં હોવાથી મુખ્ય પ્રધાન તરીકે વહીવટી કામકાજ અને સચિવાલયની અવરજવર માટે એ વધુ અનુકૂળ રહેશે. આ ઉપરાંત ચેન્નઈમાં તેમની પાર્ટીનું પ્રદર્શન પણ અત્યંત શાનદાર રહ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2026 07:32 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK