Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઘરની પાસે PNG પાઇપલાઇન હોય તો એ કનેક્શન લેવું પડશે, નહીંતર ૯૦ દિવસ પછી LPG સિલિન્ડર નહીં મળે

ઘરની પાસે PNG પાઇપલાઇન હોય તો એ કનેક્શન લેવું પડશે, નહીંતર ૯૦ દિવસ પછી LPG સિલિન્ડર નહીં મળે

Published : 26 March, 2026 07:14 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જો સોસાયટી ૩ દિવસની અંદર PNG પાઇપલાઇન માટે મંજૂરી નહીં આપે તો બધાં ઘરોમાં LPG સપ્લાય બંધ કરી દેવાશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જો તમારા ઘરની નજીક પાઇપ્ડ નૅચરલ ગૅસ (PNG) પાઇપલાઇન હોય તો તમારે એ કનેક્શન લેવું આવશ્યક બનાવી દેવામાં આવ્યું છે. આ મુદ્દે ગૅસ-કંપની ૩ મહિનાની નોટિસ આપશે અને જો ૯૦ દિવસના સમયગાળામાં તમે PNG કનેક્શન નહીં મેળવો તો તમારી LPG સપ્લાય કાપી નાખવામાં આવશે.

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને ગૅસની અછતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે નૅચરલ ગૅસ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રિબ્યુશન ઑર્ડર 2026 લાગુ કર્યો છે. આ હેઠળ PNG કનેક્શન મેળવવું હવે ફરજિયાત રહેશે. જોકે અગાઉથી સૂચના આપવામાં આવશે. જો કોઈ નોટિસ મળ્યા પછી પણ કનેક્શન મેળવવામાં નિષ્ફળ જાય તો ૯૦ દિવસ પછી તેમની LPG સપ્લાય કાપી નાખવામાં આવશે. સોસાયટીઓએ પણ ૩ દિવસની અંદર પાઇપલાઇનને મંજૂરી આપવાની રહેશે. જો સોસાયટી આમ નહીં કરે તો આખી સોસાયટીનાં ઘરોમાં LPG સપ્લાય બંધ કરી દેવામાં આવશે.



પાઇપલાઇન બિછાવવા માટે હવે જમીનમાલિકોને વળતર પણ બમણું કરી દેવામાં આવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

26 March, 2026 07:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK