Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નેપાલની આડોડાઈઃ ચલણી નોટ પરના નકશામાં ભારતના વિસ્તારોને પોતાના ગણાવ્યા

નેપાલની આડોડાઈઃ ચલણી નોટ પરના નકશામાં ભારતના વિસ્તારોને પોતાના ગણાવ્યા

05 May, 2024 09:50 AM IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચલણી નોટ પરના નકશામાં લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાની નામનાં ગામ દર્શાવાયાં છે

નેપાલ સરકારની ૧૦૦ રૂપિયાની નવી નોટ

નેપાલ સરકારની ૧૦૦ રૂપિયાની નવી નોટ


નેપાલ સરકારની ૧૦૦ રૂપિયાની નવી નોટને લઈને વિવાદ સર્જાયો છે. આ નોટ પર નેપાલનો નવો નકશો દર્શાવવામાં આવ્યો છે જેમાં ભારતની હદમાં આવતા ત્રણ વિસ્તારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ચલણી નોટ પરના નકશામાં લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાની નામનાં ગામ દર્શાવાયાં છે. આ ત્રણે ગામ ભારતનાં છે. નેપાલના વડા પ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડના વડપણ હેઠળ મળેલી કૅબિનેટની બેઠકમાં ૧૦૦ રૂપિયાની નોટની નવી ડિઝાઇનને ફાઇનલ કરવામાં આવી હતી. પ્રચંડે માર્ચમાં કેપી શર્મા ઓલીની પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું. ઓલી ચીન સાથે ગાઢ સંબંધ માટે જાણીતા છે. જોકે નેપાલે અગાઉ ૨૦૨૦માં પણ નવા પૉલિટિકલ મૅપમાં લિપુલેખ સહિતનાં ત્રણેય ગામ પોતાની હદમાં ગણાવ્યાં હતાં. ભારત અને નેપાલની સરહદ ૧૮૫૦ કિલોમીટર લાંબી છે.


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2024 09:50 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK